________________
૧૩૬
શ્રી વિમળનાથ ચરિત્ર પંચમભુષણ નામને તપ કર્યો. એક પડવે બે બીજ અને ત્રણ ત્રીજ અને બંને પખવાઆની બીજી પંદર પૂર્ણિમા સુધીની તિથિઓના ઉપવાસવડે તેમણે સુખસંપત્તિ નામનો તપ કર્યો. એ તપને લેકે વૃદ્ધક્ષેપવાસના નામથી કહે છે. કેવલી ભગવંતેને નવ પદ્ય હોય છે. તે પ્રત્યેક પળે આઠ પવસ્ત્રો કરવા વડે તેમણે પોત્તર નામને તપ કર્યો. જેમનું ભવિષ્યમાં ભદ્ર-કલ્યાણ થવાનું છે એવા તે સંયમીએ પંચોતેર ઓપવસ્ત્ર અને પચવીશ પારણાવડે ભદ્ર નામને તપ કર્યો. એક છગ્ન ઊપવાસ અને ઓગણપચાસ પારણાથી તેમણે મહાભદ્ર નામને તપ કર્યો. એક પંચેતેર ઉપવાસ અને પચવીશ પારણુથી તેમણે ભદ્રોત્તર નામને તપ કર્યો. ત્રણને બાણું ઉપવાસ અને ઓગણપચાસ પારણાથી તેમણે સર્વતોભદ્ર નામનો તપ કર્યો. એકાંતરા સાડત્રીશ ઉપવાસ અને આદિ અને અંતમાં અમ કરી તેમણે ધર્મચકવાળ નામનો તપ કર્યો. તેમણે મોક્ષના સુખની ઇચ્છાથી છનુ ઉપવાસ અને ચોસઠ પારણાવડે વર્ગતપ કર્યો. આદિ તથા અંતે અઈમ કરી એકાંતરે સાઠ ઊપવાસ કરવાથી તેમણે કર્મચતુર્થ નામનો તપ કર્યો. ચારસોને સાત ઉપવાસ અને તેતેર પારણાથી તેમણે ગુણરત્નસંવત્સર નામને તપ કર્યો. એક પચાસ દિવસના ઉપવાસ અને તેત્રીશ પારણા વડે તેમણે લઘુસિંહનીકિડીત નામે તપ કર્યો. ચાર સત્તાણું ઊપવાસ અને એકસઠ પારણાવડે તેમણે મહાસિંહનિકિડીત નામે તપ કર્યો. તે સિવાય આંબેલ, વદ્ધમાન, એકાવળી, કનકાવલી, નાદર (ઊણોદરી) અને પ્રતર વિગેરે તપ તેમણે આચર્યા હતા. તે પછી આયુષ્યને ક્ષય થતાં તે મુનિએ સર્વાર્થ સિદ્ધિવિમાનમાં જઈ ત્યાં તેત્રીશ સાગરેપમ સુધી મહાસુખ સંપાદન કર્યું. તે પછી મહાવિદેહ ક્ષેત્રની અંદર નિર્મલ અને અનુપમ એવા કુળમાં જન્મ લઈ દીક્ષા ગ્રહણ કરી અને ઊત્તમ તપથી કમનો ક્ષય કરી તે શુદ્ધ હૃદયવાલા મુનિ અનંત ચતુષ્ટયને સિદ્ધ કરી, સિદ્ધના એકત્રીશ ગુણાએ યુક્ત થઈ અને કર્મોથી મુક્ત થઈ સિદ્ધિને પામશે. હેરાજા, એવી રીતે યતના કરવામાં તત્પર એવા છે અનેક પ્રકારના તપ વડે સર્વાર્થસિદ્ધિ વિમાનને પ્રાપ્ત કરી સિદ્ધિને પામે છે.
વિદ્વાન પુરૂ જેઓ અત્યંત નિવિષયી છે છતાં પણ તેમને વિશ્વના પ્રભુ કહે છે, જેઓ નિર્ગુણતાને પ્રાપ્ત થએલ છે, છતાં પણ તેમને સગુણ કહે છે, જેઓ પ્ય છે છતાં પણ અપુણ્ય કહે છે અને જેઓ સદા તપથી યુક્ત છે છતાં પણ તેમને કઈ તપસ્વીર કહેતું નથી, એ આશ્ચર્યની વાત છે, તેવા જ્ઞાનાદિ રત્નની ખાણ રૂપ શ્રી વિમળનાથ પ્રભુને હું પ્રણામ કરું છું. શ્રીપા ગચ્છનાયક ભટ્ટારક શ્રી રત્નસિંહ સૂરિના શિષ્ય ભટ્ટારિક શ્રી જ્ઞાનસાગર સૂરિના રચેલા શ્રી વિમળનાથ ચરિત્ર રૂ૫ મહાકાવ્યનો શીલ તથા તપના
અધિકારના વર્ણન કરવા રૂપ આ બીજે સર્ગ સમાપ્ત થયે.
૧ અપુષ્ય-પ્રારબ્ધ હત. ૨ તપસ્વી ગરીબ-નિર્માલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org