________________
૧૩૨
શ્રી વિમળનાથ ચરિત્ર.
ગુરૂ ખેલ્યા,· જૈન સિદ્ધાંતમાં શ્રાવકના એકવીશ ગુણા કહેલા છે, તે ગુણૈાથી યુક્ત એવા પુરૂષ ધને યોગ્ય થાય છે. જે ક્ષુદ્ર-હલકા ન હાય, રૂપવાન, સૌમ્ય, વિનયી, પાપથી ડરનાર, અક્રૂર, ઋતારહિત, મધ્યસ્થ, ગુણુરાગી, દીદી, લક્ષ બાંધનાર, કૃતજ્ઞ, બીજાનું હિત કરવામાં આદરવાળા, (સુ)દાક્ષિણ્યવાન, વિશેષજ્ઞાતા, દયાળુ, સારી કથા કરનાર, (સુ)પક્ષયુક્ત, લજ્જાવાન, વૃદ્ધભક્ત અને લેાકપ્રિય-એ એકવીશ ગુણવાલા પુરૂષ ધર્મને ચેાગ્ય થાય છે, તેઆમાંથી સાત આઠ ગુણવાળા હાય, તે તે પણ સામાન્ય રીતે ધને ચેાગ્ય થઈ શકે છે. હે રાજા, તમે તેા તેવા અનેક ગુણાના નિવાસસ્થાન છે, તે તમારામાં ધર્મની ચેાન્યતા કેમ ન હેાઇ શકે ? ” આ પ્રમાણે કહી ગુરૂએ તે કાળે તેને શ્રાવકના ધમ આપ્યા. પછી રાજા સુરસેને મુનીશ્વર થઇ ગુરૂની સાથે વિહાર કર્યો અને પણ કલશે ગુણાથી ઉપાર્જન કરેલુ રાજ્ય કરવા માંડયું. અનુક્રમે પ્રિય રાણી મદનશ્રીના ઉત્તરથી ભાગ્યસ’પત્તિને ધારણ કરનાર મદનવર્મા નામે એક મુખ્ય કુમાર ઉત્પન્ન થયે.
એક વખતે કુડિન નગરમાંથી માણસા ત્યાં આવ્યા અને તેમણે રાજા શ્રી પૂર્ણાંકલશને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી, “ હે દેવ, દેવપુરના સ્વામી નરસિંહ રાજાએ હઠ કરી જ્ઞાનગ મંત્રીને કહેવરાવ્યું છે કે, “ તે છળ કરીને કેટલા વખત કન્યાને પુત્રને વેષ પહેરાવી રાજય કરાવ્યું, પણ તે મારા જાણવામાં આવ્યું નહિ હમણાં કોઇ પૃથ્વીમાં કામદેવ જેવા કુમારની પાસે તે કન્યા થકી પુત્ર ઊત્પન્ન કરાવી તુ તેની પાસે રાજ્ય કરાવે છે, તે શી વાત કહેવાય ? હવેથી જો તુ રાજ્યના ભાર રાખવાને ઇચ્છતા હૈ। તે તું મને દંડ આપ અથવા યુદ્ધ કરવાને રણભૂમિમાં આવ. ” તે લેાકેાના આવાં વચન સાંભળી મંત્રીએ જવાબ આખ્યા, “હું દૂત તારે તારા સ્વાસીને આવી રીતે કહેવું કે, “ તે દમિતારિ રાજાની પાસે તે વખતે દંડ માળ્યા નહીં અને હવે દંડ લેવાની ઇચ્છા કેમ કરે છે ? તું માળકનુ રાજ્ય જાણીને હવે જે દંડ લેવાની ઇચ્છા કરે છે, તેથી તુ` નરિસહુ નથી, પણ નરશ્ર્વાન છે. ” પ્રમાણે કહીને મંત્રીએ તે દૂતને સ્વસ્થાને મેાકલ્યા છે. પછી મંત્રી જ્ઞાનગલે હિતને માટે અમાને અહિ' મેકલ્યા છે. હવે એ પછી રાજયના રક્ષણને માટે આપજ પ્રમાણ રૂપ છે-આપની જે ઇચ્છા હાય તેમ કરે. ” કુમાર પૂર્ણ કલશે “ તમે સત્વર જાએ અને તમારે મત્રી જ્ઞાનગને કહેવુ કે, “ કાઇના ભય રાખશે! નહિં હુ' જલદી શત્રુને શિક્ષા આપીને ત્યાં આવીશ. ” તેનું આ વચન સાંભળી તે નિર્ભય થઇ પેાતાના નગર તરફ ચાલી નીકળ્યા. પછી કુમાર પૂર્ણ કલશે ત્યાં રાજ્યની સારી વ્યવસ્થા કરી સર્વ સંપત્તિને આપનારા પેલા સર્વાનુભૂતિ યક્ષનું સ્મરણ કર્યું. તત્કાળ તે યક્ષ ત્યાં આબ્યા અને તેને પેાતાના ગજેંદ્ર ઉપર ચડાવી જ્યાં નરિસંહ રાજા સૈન્ય સાથે રહ્યા હતા, ત્યાં પહાંચાડયા, આતરફ પેલા કૂતના સદેશે! સાંભળી નરિસંહ રાજા પ્રથમથીજ
કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org