________________
ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા
૧૩૧ તાના પરિવારને જણાવ્યું કે, “સમુદ્રમાંથી આશ્ચર્યકારી એ વડવાગ્નિનો માટે સંતાપ. ઉત્પન્ન થઈ આવે છે.”
આ કથાને ઉપનય. પ્રસન્નચંદ્રસૂરિ કહે છે, હે રાજે, તમે સાવધાનપણે આ કથાને પરમાર્થ (ઉપનય) સાંભળો. જે વિષ્ણુશર્મા બ્રાહ્મણ કહેલો છે, તે આ સંસારી જીવ સમજવો. તેની જે શીલવતી સ્ત્રી તે બુદ્ધિ સમજવી. જે રત્નદ્વીપ તે અહીદ્વીપ જાણવો. જે પેલો વૃદ્ધ બ્રાહ્મણ ઉપદેશ આપનાર મળે હતો, તે ગુરૂ સમજવા. જે રત્નસુરી દેવી તે શુભ કર્મ ની પ્રકૃતિ જાણવી અને જે ચિંતામણિ તે મનુષ્ય ભવે જાણો. આ સંસાર તે સમુદ્ર સમજે. જેમ પ્રમાદથી હાથમાં ગ્રહણ કરેલે ચિંતામણિ ચાલ્યો ગયો, એવી રીતે પ્રાણીને મનુષ્ય ભવ પ્રમાદથી ચાલ્યા જાય છે. તે પુનઃ મળ દુર્લભ થઈ પડે છે. તે રજા જેઓ ચૌદ પૂર્વધારી હેય, પણ જે તે પ્રમાદને વશ થાય છે, તો તેઓ અનંતકાલ સુધી નિગોદમાં રહે છે. એવી રીતે અનેક મન:પર્યવ જ્ઞાન સહિત જીવે (પ્રમાદવશે પતિત થયેલા) સતત સૂક્ષ્મ નિગોદમાં પ્રાપ્ત થાય છે, તો પછી બાકીના વિષે તે કહેવું જ શું ? તેથી પ્રમાદને છોડી દઈ શ્રી જિનભગવાને કહેલા ધર્મનું આચરણ કરે. પ્રાણીઓ વૃદ્ધાવસ્થામાં દીક્ષાને ગ્ય નથી તેને માટે કહ્યું છે કે, “બાળક, નપુંસક, વૃદ્ધ, (પુરૂષાર્થહિન-બાયલોજડ, જુગિત (ખેડવાળા) રેગી, રાજદ્રોહી, ચેર, આંધળો, કામ કરનાર મજૂર) ગાંડે, મૂર્ખ, દુષ્ટ, બંધનમાં પડેલ, સેવક, કરજદાર, અને
નિષ્ફડક એ અઢાર પ્રકારના પુરૂષે દીક્ષાને ગ્ય નથી. અને ઉપર કહેલા અઢાર પ્રકારની, નાના છોકરાવાળી અને ગર્ભિણે એમ વીશ પ્રકારની સ્ત્રી દીક્ષાને એગ્ય નથી. ત્રીજા વેદવાલા નપુંસકને દીક્ષા કેઈ વખતે આપવાની કહી છે, પણ તે કારણને લઈને પણ આપી શકાતી નથી. હે રાજા, તમે સંયમને પ્રાપ્ત કરી મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે. તિર્યંચ પણ નિયમવાળા હોય, તો દેવલોક જાય છે. કારણકે, દેવ અને નારકીને મનુષ્ય તથા તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તિર્યંચ મેક્ષ શિવાયની ચાર ગતિને પ્રાપ્ત કરે છે. અને મનુષ્યો પાંચ ગતિને પ્રાપ્ત કરે છે. સર્વથી ઉત્તમ એવા મનુષ્ય મેક્ષ ઉત્પન્ન કરે છે. એને તે મેક્ષ વિના મનુષ્ય દીનજનમાં પશુઓથી પણ હલકા કહેવાય છે. હે. રાજા, તમે આ મધ્યમ વયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રાપ્ત કરો, કારણકે તે સામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે.”
સૂરિવરને આ ઉપદેશ સાંભળી રાજાએ ઘેર આવી કુમાર પૂર્ણ કરશને બળાત્કારે રાજ્ય આપી ગુરૂની પાસે ઉત્તમ પ્રકારે દીક્ષા ગ્રહણ કરી. તે અવસરે પૂર્ણકલશે ગુને નિવેદન કર્યું કે, “જે હું યોગ્ય હોઉં તો મને ગૃહસ્થના બાર વ્રત પૂર્ણ રીતે આપ.”
૧ શિષ્યને ભગાડનાર કે આપસમાં ભેદ કરાવનાર
---
-
--
-----
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org