SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણ કળશની કથા મુનિ ધનવાન હોય, તો તે બંનેની માન્યતા લોકોમાં થતી નથી. “વિષ્ણુપદનો આશ્રય - કરનાર, સચ્ચકનો બંધુરૂ૫ અને શૂર એ મિત્ર જે વસુ રહિત હોય, તે તેને માગે ચાલનારે માણસ પણ માન આપતા નથી તે પછી બીજે કેણ માન આપે? કેશાઢય એ પુરૂષ બદ્ધમુષ્ટિ હોય, તોપણ તે પૃથ્વીનો સ્વામી થાય છે. હથીઆર ઘણું હોય, પણ પૃથ્વી તે ખનીજ છે. આગળ તે આપણ બંનેને ગમે તે (સાધનો વડે સંતોષ હતું, પરંતુ હવે તે વિધિવેગે સદા મનને પીડા આપનારી કન્યાઓ થઈ પડી. હે ૨વામી હવે વિચાર કરે આટલી બધી આ કન્યાઓના વિવાહ, આભરણ અને પિષણ દ્રવ્ય વગર શી રીતે થઈ શકશે ?” પ્રિયા શીલવતીના આ વચન સાંભળી તે શુદ્ધ બુદ્ધિવાળા વિષ્ણુશર્માએ મનમાં વિચાર્યું કે, “આ પ્રિયા જે કહે છે, તે સર્વ સત્ય છે, કારણકે, આ પૃથ્વીમાં કમાયા થકી પણ દારિદ્ર (અધિક) લેખાય છે. એ નિશ્ચય છે, અને તેનાથી મલિનતા અધિક થાય છે, જેથી સ્વજન પણ તેને સ્પર્શ કરતો નથી, તેથી હું વિવિધ ઉદ્યમ કરી અને દેશાંતર જઈ ઘણું ધન લઈ આવું અને મને રથ પૂરા કરૂં.” આવું મનમાં ઘણીવાર ચિંતવી તે એક દિશા તરફ ચાલ્યો અને તે પોતાની નિર્દોષ વિદ્યા વડે ઉત્તમ જનોને સંતોષ આપવા લાગ્યું. તેણે રાજાઓને રાજી કરવા માંડ્યા, પણ કે ઠેકાણેથી દ્રવ્ય પ્રાપ્ત થયું નહિ. પછી તેણે કે એક વૃદ્ધ બ્રાહ્મણને પૂછયું કે, “અરે ભાઈ, દ્રવ્ય ક્યાં છે?” તે વૃદ્ધ બ્રાહ્મણ બે, રત્નોની ખાણરૂપ એવા રત્નદ્વીપમાં રત્નવતી દેવી છે. તેણીની સેવા કરવાથી તે યત્ન કરનારા પુરૂને રત્ન આપે છે.” વૃદ્ધન આ વચન ઉપરથી જ્યાં તે રત્નની ખાણુની દેવી હતા, ત્યાં તે ગયો અને તેણે તેની વિધિપૂર્વક આદરથી આરાધના કટ્વા માંડી. શરીર ઉપર ઉત્તરાગ વસ્ત્ર રાખી સારા પવિત્ર વસ્ત્રો પહેરી સુંદર ચંદનના લેપથી અને પૂર્ણ ખીલેલાં સારાં પુષ્પો તથા ઉત્તમકમ ૧ અહિં મિત્રનો અર્થ સૂર્ય અને સ્નેહી થાય છે. મિત્ર વિષ્ણુપદ-આકાશને આશ્રય કરનાર છે. સચ્ચક–સાર ચક્રવાક પક્ષીઓનો બંધુરૂપ છે અને તેનું નામ સૂર છે. તેવસુ-કિરણોથી રહિત છે, તે માર્ગે ચાલનારે મુસાફર પણ તેને ગણતો નથી.મિત્ર-નેહી વિષ્ણુપદને આશ્રિત એટલે વૈષ્ણવ હય, સમ્યક્ર-સારા પુરૂના ચક્ર-સમૂહને બંધુરૂપ હોય અને શુરવીર હોય, પણ જે તે વસુ-ધનથી રહિત હોય તો તેને કઈ માન આપતું નથી. ૨ક શાય-એટલે ધનવાન એવા પુરૂષ બદ્ધમુષ્ટિ-એટલે બાંધી મુઠી રાખનાર-લેબી હેય તે પણ તે પૃથ્વીને ધણી થાય છે. પક્ષે કોશાય-મ્યાનવાળો અને બહુમુષ્ટિ-મહવાલો ખરું જેના હાથમાં છે, એ પુરૂષ પૃથ્વીનો સ્વામી થાય છે. ૩ માતંગ એટલે લ૯મીની તાણ-ન્યુનતા. પક્ષે માતંગ એટલે ચંડાળ. કરતાં પણ દારિદ્ર વધારે ખરાબ છે કેમકે નિર્ધનને સ્વજનો પણ સ્પર્શતા નથી સ્વજને તેનાથી અળગા રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy