________________
ધમ તત્વના સ્વરૂપ ઉપર પૂર્ણ કળશની કથા
૧૨૯ પ્રભાવ જાણવે.” રાજાએ કહ્યું, “ કમલિની જે હંસને અંગીકાર કરવા આદર કરે છે. તેનું કારણ શું પિતા છે? તેમાં તે પ્રીતિજ પ્રમાણરૂપ છે. બંધુપણામાં પણ મુખ્ય કારણ પ્રીતિજ છે. કુમુદ ને બીજા ઘણાં સહજ બંધુઓ છે, પણ કુમુદ બાંધવત ચંદ્રજ કહેવાય છે; પરંતુ માત્ર નિમિત્ત કારણરૂપે હું વિવાહ કરૂં છું. કારણકે, “ગુરૂએ આપેલી પુત્રી અને વિદ્યા સદા શુભદાયક થાય છે.” આ પ્રમાણે કહી રાજાએ સર્વ જનની સાલીએ શિક, હસ્તી, ઘોડા અને રત્ન સહિત પોતાની પુત્રી કુમાર પૂર્ણકલશને આપી. તે ખબર જાણી સાસ મુખવાલા સેનાપતિ વિગેરેએ પણ પોતપોતાની પુત્રીઓ સુવર્ણ તથા વસ્ત્ર સહિત તે કુમારને તરત અર્પણ કરી. રાજાએ સર્વ વસ્તુઓથી પૂર્ણ કરી સાતમાળને એક ઉત્તમ મહેલ તેને વાસ કરવા માટે સન્માન પૂર્વક અર્પણ કર્યો. ચાર પ્રકારની બુદ્ધિનો નિધિરૂપ કુમાર પૂર્ણકલશ દુઃખ સહિત અને સ્વસ્થ મનવાલે થઈ તે ચારે પ્રિયાઓની સાથે ત્યાં રહેવા લાગ્યા.
એક વખતે રાજા સૂરસેને આકાશમાં વાદલ જોયું. તે કઈ ઠેકાણે સિંદુરના રંગ જેવું, કેઈ ઠેકાણે નીલમણિ જેવું, કેઈ ઠેકાણે સોનેરી રંગનું, કેઈ ઠેકાણે શુકલપક્ષીના પીછા જેવું, કોઈ ઠેકાણે સ્ફટિકના જેવું અને કઈ ઠેકાણે ગર્જના સાથે વિધુત્વની કાંતિવાળું જેવામાં આવ્યું. તે જોઈ વિમયથી નેત્રનો વિકાસ કરતો જોવામાં તે જુવે છે, તેવામાં તો પ્રચંડ પવન વડે આકડાના રૂની જેમ તે વીખરાઈ ગયેલું માલુમ પડયું. તત્કાલ રાજા સૂરસેને વિચાર્યું, “કે જેવી રીતે આ મેઘમંડળ નાશવંત છે, તેવી રીતે દ્રવ્ય, શરીર અને સ્ત્રી વિગેરે બધું નાશવંત છે. મારી નગરી હરિશ્ચંદ્રની નગરીની જેમ ચાલી જવાની છે, મારા સ્વજને નાટકમાં લાવવામાં આવેલા અનેક રૂપી પાત્રોના જેવા છે. મારૂં કટક–સૈન્ય કાંટાવાલા સ્થાનના જેવું છે. મારું મંદિર યમરાજના મંદિરના જેવું ભયંકર છે. આ ક્ષિતિ ક્ષતિના જેવી છે. આ કમળા–લમી કમળમાંથી ઉત્પન્ન થયેલી છે અને કમળને આશ્રિત છે, તે કમળમાં પણ જે સ્થિર રહેતી નથી, તો પછી બીજી કેને અલંકૃત કરીને રિથર રહે? કામના આરામ વડે સુંદર એવી તે સ્ત્રી તો કામરેજ અનુસરનારી છે, નહીં તો તે કામ-ઇચ્છાઓમાંજ આરામ કરનારી થાય છે. તેથી સ્ત્રીની પકડ મુશ્કેલીથી છોડી શકાય તેવી છે. સંપત્તિઓને અને સ્ત્રીઓનો ત્યાજ કરે સારે છે અને આ પૃથ્વી પર જે ભેગ છે. તે ભેગના જેવાજ છે, તેનાથી પેશ થયેલે પુરૂષ પિતે શિષ્ટ હોય તો પણ તે કણને જ પામે છે, જેઓ આ લેકમાં યુદ્ધ કરીને શત્રુએને નિગ્રહ કરે છે, તેઓએ બીજાઓનો સાર મેલ પણ તેમના પ્રધાન પુરૂષ (પુ
૧ વિઘાપક્ષે ગુરૂ-શિક્ષક, કન્યાપક્ષે ગુરૂ-પિતા અથવા વડિલ. ૨ ક્ષિતિ–પૃથ્વી. ૩ ક્ષતિ-ક્ષય. ૪ ભોગ-સર્પની ફણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org