SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ ઉપર પૂર્ણકળશની કથા ૧૨૫ આવેલી છે. હમણાં શુભ લગ્ન છે તેથી એ ચારેનું સત્વર આદરથી પાણિગ્રહણ કરે.” પછી તેણીના કહેવાથી કુમાર પૂર્ણ કલશે કામદેવની સમીપે જઈને ગાંધર્વ વિવાહ વડે તેમનું પાણિગ્રહણ કર્યું. તે પછી મદનશ્રી વિગેરે સર્વ બાલાઓએ કુમાર પૂર્ણકલશને આ પ્રમાણે કહ્યું, “સ્વામિન, તમે આ જગતના દેશમાં ફરવાને માટે અતિ આદર અને ઇચ્છાવાળા છે, તથાપિ તમારે પિતાના માણસની વિશેષપણે સંભાળ લેવી જોઈએ. હે પ્રભ, કમલિનીની શોભા જલ વગર હોતી નથી. કહ્યું છે કે, “અનાથ સ્ત્રીઓને તેમનો બંધુ પણ પરાભવ ને માટે થઈ પડે છે. સૂર્યનો ઉદય ન થતાં જલમાંથી થયેલી કમલિનીને જલમાંથી થયેલો ચંદ્ર બંધુ છતાં પણ તેમના પરાભવને માટે થઈ પડે છે.” આ પ્રમાણે કહી તે બધી પિત પિતાને સ્થાને ચાલી ગઈ અને પૂર્ણકલશ કુમાર પિતાના મિત્ર ચિત્રસેન સાધકની સાથે ત્યાં શાંતિથી રહ્યા. આ અવસરે એવું બન્યું કે, એક ગજેંદ્ર ખીલ ઉખેડીને છુટો થઈ નગરના માસાદ અને વિવિધ જાતની હવેલીઓ પાડવા લાગ્યો. અને તે કેધથી ધાઓને પણ મારવા લાગે તે પછી બીજાઓની શી વાત કરવી? તે ભદ્રજાતિના ગજેને પણ ગણકાર ન હતો. એ ગજેન્દ્ર સ્વભાવથી તોફાની હતું. તેમ છુટો થવાથી અને મદથી ઉત્કૃષ્ટ ઉન્મત્ત ગાંડા) બનવાથી તે વધારે તોફાની થયે હતો. તે સાથે તે રાજાને પ્રિય હતો. તે ગજેના નઠારા કામને લઈને તેની નિંદા થઈ તેમાં કાંઈ આશ્ચર્ય ન હતું. આ પૃથ્વીમાં માતંગેની નિશે એવી જ રીતે નિંદા થાય છે. આ બનાવ જોઈ રાજાએ જાહેર કરાવ્યું કે “ જે પુરૂષ આ ગજેને વશ કરે, તેને ઈચ્છા પ્રમાણે ધનની સાથે હું મારી પુત્રી મદનશી આપીશ.” રાજાની આ જાહેરાત સાંભળી મહાવતો ક્ષત્રિયકુમાર અને વિવિધ જાને ના ધાઓ હથી આરે ઊગામી કેધથી તે ગજેને વશ કરવાને દેડવા લાગ્યા પરંતુ કઈ છે ગજેને વશ કરી શક્યું નહિ. તેથી રાજા અને સર્વ લોકો દુઃખી થવા લાગ્યા. આ સમયે કુમાર પૂર્ણ કલશ તે ગજેંદ્રને શબ્દ સાંભળી શરપણાથી તેજના પુંજથી વ્યાપ્ત છતો સત્વર ત્યાં આવ્યું. ગજશિક્ષાને વિશેષ જાણનારા તે કુમારે તે ગજેંદ્રને ઘણીવાર સુધી રગડાવ્યું. પછી પ્રજાને મારનાર અને પર્વતના જેવો તેને વશ કરી લીધા. પછી શુદ્ધ બુદ્ધિવાલા તે કુમારે તે ગજેને વેગથી બંધન સ્થાનમાં લાવી ખીલે બાંધી દીધે. તેથી શેક રહિત થયેલા લોકોએ તે વાત રાજાની આગળ નિવેદન કરી. આ તરફ પ્રાતઃકાલ થયે, એટલે રાણીએ પોતાની પુત્રી મદનશીને વિવાહના ઉપકર વાળી જેઈને પૂછયું, “વત્સ, આ શું થયું?” મદનશ્રી લજાથી મીન ધરીને રહી. કારણકે, “મનં સર્વાર્થસાધનમ્” “મીન વરવું, એ સર્વ અર્થને ૧ માતંગ એટલે હાથી અને ચંડાળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy