SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતતવના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા. - ૧ર૩ તેવી સુમનભૂ અને કિલસ્વરથી વિરાજત એવી નગરશેઠની મધુશ્રી નામની પુત્રી તેણીની ત્રીજી સખી હતી. પુણ્ય–પવિત્ર એવા અંગના અવયવોથી સુંદર એવી તે ચારે સખીઓ વિધાતાએ દેવગતિમાંથી સારી વસ્તુ લઈને નિર્માણ કરેલી હતી. ત્યાં વિધાનંદન નામે એક ચતુર બુદ્ધિવાલે શિક્ષક હતું, તે લેફેમાં પ્રશંસા તથા કલ્યાણ કરનારો હોઈ પિતાનું નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. મૂર્તિમાન ચાર પ્રકારની બુદ્ધિના જેવી તે રે સીએ સમય પ્રમાણે તે વિદ્યાનંદન શિક્ષકની પાસે નિષ્કપટપણે કલાઓનો અભ્યાસ કરતી હતી. તે નગરમાં ઘણે ધનવાન સાગરદત્ત નામે એક સાર્થવાહ હતો. તેને રૂપ તથા લાવણ્યનું પાત્રરૂપ, યુવાન, કુલીન, વિદ્વાન ધનવાનું સુભાગી અને સુખી એવો સમુદ્રદત્ત નામે પુત્ર હતા. તે કળીઓને અભ્યાસ કરવા તત્પર બની તે ચારેનો સહાધ્યાયી હતો. હંમેશના સહવાસથી, એક વિદ્યાગુરૂના અને સરખા સ્વભાવના રોગથી સમુદ્રદત્ત ઉપર તે ચારે બાળાઓનો વિશેષ રાગ થશે. એક વખતે તે ચારે બાલાઓએ વિચાર કર્યો કે, “ આપણામાં ગળીના રંગની જેમ પરપર ઉંચી જાતને ભરપુર સનેહ જામી ગયેલ છે. જે આપણા પિતાઓ પોતાની બુદ્ધિ પ્રમાણે આપણે વિવાહ જુદા જુદા નગરીમાં કરશે, તો આપણને વિયોગ થશે. તેથી આપણે બધી રૂપ, ગુણ અને વિદ્યા ગેરે સરખા ગુણેથી મલતા એવા સમુદ્રદત્તનું પાણિગ્રહણ કરીએ. ” આવું વિચારી તેમણે સમુદ્રદત્તને કહ્યું કે, “તમારે સાયંકાલે કામદેવના મંદિરમાં આવી અવશ્ય અમારું પાણિગ્રહણ કરવું” કર્ણમાં અમૃત જેવું તે કન્યાઓનું આ વચન સાંભળી હદય અને કાનમાં દુબલ એ સમુદ્રદત્ત ખુશી થઈ ગયે અને તેણે તે કાલે તેમનું તે વચન સ્વીકારી લીધું. આ સમયે દૈવયોગે કરંગ નામનો એક સેવક ત્યાં હાજર હતો. તેણે આ બધું સાંભળી લીધું અને તત્કાળ તેણે જઈને તેના પિતા સાગરદત્તને તે હકીકત કહી દીધી. જ્યારે સંધ્યાકાળ થશે એટલે રાજ કયા મદનશ્રી રાજાના ચાકીદારોની નજર ચૂકવી, એક ચતુર દાસીને સાથે લઈ અને વિવાહની બધી ઉત્તમ સામગ્રી ગ્રહણ કરી પેલો કામદેવના પ્રાસાદમાં આવી. એવી રીતે પેલી ચારે કન્યાઓ પણ જ્યાં કુમાર પ્રણકલશ સાધકની સાથે સુખે સુતો હતો ત્યાં હર્ષભેર આવી. પ્રથમ તેઓએ યુપથી કામ દેવની પૂજા કરી જે કામદેવ અનગ છે, છતાં પણ સેવા કરવાથી અંગજ-સંતતિને આપે છે. અહિં શ્રેષ્ઠી સાગરદત્ત વિચાર્યું કે, “જે મારે પુત્ર સમુદ્રદત્ત એ સર્વ કન્યાઓને ૧ વસંતઋતુની શ્રીપક્ષે સુમનભૂ એટલે પુષ્પોને ઊત્પન્ન કરનારી અને રાજકન્યાપક્ષે સુમમૂ-સારા મનની ભૂમિરૂપ ૨ વસંતશ્રી કિલાના સ્વરથી વિરાજિ અને રાજપુત્રી કોકિલાના જેવા સ્વરવળી તેમજ કામદેથી દિ૨ જિત એ પણ છે થે ઘટે છે. ૩ કામદેવ-અનંગ–અંગ વગરનો છે, છતાં પણ તે અંગજ-પુત્રની સંતતિને આપનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy