SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા, મંત્રી વિગેરેએ તે કુમારને પટ્ટાભિષેક કર્યો, નીતિને જાણનાર અને શૂરવીર એવા પુરૂપને કયે મનુષ્ય રાજા ન બનાવે? પછી કુમારે પેલા સાધક ચિત્રસેનને હર્ષથી એક દેશનો સવામી બનાવ્યું. કારણ કે, સત્પરૂ પિતાના આશિતજન ઉપર વાત્સલ્ય ધરનારા હોય છે. જ્ઞાનગર્ભ મંગીએ તે જોઈને પોતાની પુત્રી ચિત્રસેનની સાથે પરણાવી. રાજાને માનીત થયેલે પુરૂષ લોકોથી પૂજાય છે. રાજા પૂર્ણકલશ પુણ્યાનુબંધી પુણ્યથી રાજ્યને પ્રાપ્ત કરી હંમેશા સરલ હૃદયે પવિત્ર પુણ્ય આચરવા લાગ્યું. તે સમય પ્રમાણે વિરોધ ન અવે તેવી રીતે સદા ધર્મ, અર્થ અને કામને સાધતો, તેમાં આશ્ચર્ય નથી, કારણ કે, રાજધર્મ એજ છે. તે અપૂર્વ-ઉત્કૃષ્ટ વ્યકિત)માં ઉત્કૃષ્ટ, મધ્યમમાં મધ્યમ અને જઘન્યમાં જઘન્ય આદર રાખતો હતો કારણ કે તે કમવેત્તા હતો. તે લક્રમીએ યુકત હતો છતાં પણ "જિનધર્મને છેડતે નહીં, તે આશ્ચર્ય હતું. પરંતુ તેથી પણ વધારે આશ્ચર્ય એ હતું કે તે જનાર્દન ન હતો. તે રાજા પોતાના રાજધર્મથી જિનધર્મને સદા ઉત્તમ માનતે. તેથી તે જિનધર્મનું કાર્ય કર્યા પછી રાજધર્મનું કાર્ય કરતો હતો. એવી રીતે ગૃહસ્થ ધર્મરૂપી વૃક્ષનું સસ ફલ ગ્રહણ કરતા એવા તે રાજાને રાજ્યના સર્વ અંગેની પુષ્ટિ થઈ અને પછી તેના અંગજજનનો ઉદય થયો. કામસેના રાણીથી વીરસેન નામે સદ્દબુદ્ધિ પુત્ર ઉત્પન્ન થયે. તે અનેક લોકેએ નમેલે અને વિવેકી પુરૂષને માનનીય થયે. એક વખતે કુમાર પૂર્ણકલશે પોતાના મિત્ર મિત્રસેનને કહ્યું કે, “હમણાં મારા હદયમાં આ પૃથ્વીનું કૌતુક જેવાનો વિચાર થો છે.” તેણે મિત્રરૂપે રાજાને જણાવ્યું. ‘ હૈ વિભે, ભલે જેવી તમારી ઇચ્છા, પરંતુ પેલા યક્ષના સાનિધ્યથી આપણે જઈએ.” તેના વચન ઉપરથી રાજાએ તે યક્ષનું સ્મરણ કર્યું, એટલે તે મનનની સાથે જ ક્ષણવારમાં આવીને ઊભા રહ્યા. દેવતા વિલંબ કરતા નથી. રાજાએ તે ચક્ષની આગળ પિતાની ખરી હકીકત કહા, એટલે ચલે કહ્યું કે, “તમે બંને સત્વર ગજેંદ્ર ઉપર ચડી જાઓ, પછી તે કુમાર પુર્ણકલશ અને સાધક બને યક્ષના સાનિધ્યથી સાધુઓમાં ઉત્તમ બની ચક્ષના ગક ઉપર ચડી આકાશ માર્ગે ચાલ્યા. વિવિધ કૌતુકેથી ભરપુર એવી પૃથ્વીને વિલેતાં તે બંને કાંચનના સમૂહથી વિરાજમાન એવા કાંચનપુરમાં આવી પહોંચ્યા. જે કાંચનપુર ઉત્તમ એવા આશ્ચને ધારણ કરતું હતું, સુવર્ણના કિલ્લાથી સુશોભિત હતું, પ્રા ૬ જિન-ઉતરાગ ધર્મ પાળવામાં લફમી(ની ગરજ) ન હોવી જોઈએ છતાં તે લકિમી યુકત થઈ જિનધર્મને પાલતો. ૨ જે જનાર્દન–વિષ્ણુ હોય તે લમીએ યુકત હોયજ, આ પૂર્ણકલશ ૯થમએ યુકત હતા, જિનર્મન પાલક હતા અને જનાર્દન-જન–લોકોને–અર્દનપીડા કરનાર ન હતા એ આશ્ચર્ય. ૩ અંગજજન–ાજ્યના અંગેના માણસોનો ઉદય પક્ષે અંગજ-પુત્ર જનનો ઉદય. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy