SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતવ ઉપર પૂર્ણકળશની કથા. કામસેને પુરૂષના હાથ ઉપરથી તે કન્યા ક્ષણવારમાં પુરૂષ રૂપે જાણી લીધી. પૂર્ણકલશી . તો યક્ષના પ્રસાદથી પહેલેથી જ તે કન્યાનું સર્વ સ્વરૂપે જાણતી હતી, તેથી તેને ચિંતા શેની હોય? વિવાહ થઈ રહ્યા પછી પુણ્યવડે પ્રઢ એવા વરવધૂને હાથી ઉપર બેસી માગે ચાલતાં જોઈ લેકે પિતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા, “જે સ્ત્રી છે, તે ડરૂષાકાર છે અને જે વર છે, તે વનિતાકાર છે, તેથી રૂ૫ના કારણરૂપ એવું આ સંસાર-નાટક જાણવામાં આવતું નથી.” વળી કેઈએ કહ્યું કે, “આ વનિતા નથી પરંતુ દેવ છે, તે આ સ્વેચ્છાથી આવું રૂપ લઈ અહિં કીડા કરવાને આવેલ છે.” બીજાએ કહ્યું, “આ શ્રીમાન દાનવ તો નહીં હોય, એની કીડાને કોણ જાણી શકે? તે આ પુરૂષને લઈને કયાં ચાલી જાય છે.” આ પ્રમાણે લેકે વાતો કરતા હતા, તેવામાં કુલક્રમથી ચાલ્યો આવતે આચાર કરવામાં તત્પર અને ઘણા સુખના સમૂહથી યુકત એવા તે બંને પિતાના મહેલમાં આવી પહોચ્યા. આખો દિવસ મોટા સુખમાં પસાર કરી પછી મંત્રી તથા સેનાપતિ વિગેરે સેવકોના સમૂહને વિદાય કરી કુમાર પૂર્ણકલશ હાસ્ય ક ને બોલ્યો, “હે મુગ્ધ, આટલા દિવસ સુધી મુગ્ધ બુદ્ધિવાળા ભેળા લોકોને તે છેતર્યા છે, પરંતુ જે દક્ષ ચતુરજન છે, તે બીજાથી છેતરી શકાતું નથી. માટે હવે પુરૂષને વેશ છોડી દે અને મને સત્વર ભજી લે.” તે સાંભળી કામાતુર એવી કામના બોલી, * ત્યારે તમે પણ સ્ત્રીનો વેષ છોઈ છે અને મારી ઉપર અમૃતનું સિંચન કરો.” કુ. માર પૂર્ણ કશ વિસ્મય પામીને બોલ્યા, હે ભદ્ર, હે મૃગાક્ષિ, હે જ્ઞાનધરે, કહે, હું પુરૂષ છું, એમ તેં શી રીતે જાણ્યું? ”કામસેના બેલી, “જ્યારે તમે પૂર્વે વિવાહમાં મારી સાથે કરસ્પર્શ કરેલો ત્યારે મેં જાણી લીધું હતું કે તમે પુરૂષ છે. તે સાંભળી કુમારે ચિંતવ્યું કે, “આ બાળા છે, છતાં ઘણું વિદુષી છે.” પછી કામસેના બેલી, “તમે મને રહી તરીકે શી રીતે જણ?” કુમારે કહ્યું, “તે તારે સર્વ વૃત્તાંત મને યક્ષે કહ્યા હતો.” પછી તે બંનેએ પોતપોતાને વેષ હર્ષથી અંગીકાર કર્યો અને બંને પરસ્પર રૂપ જોઈને જન્મની સફળતા માનવા લાગ્યા. તેમણે વિવિધ જાતના સુખેથી તે રાત્રિ આનંદમય કરી. પછી પ્રભાતકાળે કામસેનાએ કુમારને આ પ્રમાણે કહ્યું, “સ્વામી, ફરીવાર તમારૂં ઉત્તમ સ્ત્રીરૂપ બનાવીદ્યા. હું મારી માતાની પાસે જઈ. આ સર્વ વૃત્તાંત તેને જણાવું.” પછી કુમારે તેમ કર્યું. એટલે કામસેના પોતે સ્ત્રીવેષ સાથે પોતાની માતા પાસે આવી. તેણુને સ્ત્રીષવાળી જોઈ માતા અત્યંત ચમત્કાર પામી ગઈ. પછી તેણીને એકાંતે બેલાવી પૂછયું કે, “પુત્રી, આ શું કર્યું?” પછી કામસેનાએ બધી હકીકત પિતાની માતાને કહી સંભળાવી. રાણું ખુશી થઈ અને તેણીએ પોતાની પુત્રીને તે વૃત્તાંત મંત્રીને નિવેદન કર્યો. પછી રાણી, મંત્રી અને રાજપુત્રી ત્રણે કુમાર પૂર્ણકલશની પાસે આવ્યાં. ત્યાં કુમારને સ્ત્રીના રૂપમાં જોઈ રાણીએ પુત્રીને કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy