SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી વિમળનાથ ચરિત્ર, પ્રમુખ કર્મોનો ક્ષય થઈ જાય, તેમાં કંઇ આશ્ચર્ય નથી. હું નિર્ભા ય, ત્તારૂં કમ અનત ભવે વેદાય તેવું કઠાર છે, તેથી જો તુ દુતપ એવું તપ તપીશ, તે આ ભવમાંજ તારી શુદ્ધિ થઇ જશે. ” નિર્ભાગ્યે મુનિને કહ્યું, “ જો હું દીક્ષાને લાયક હાઉં, તો મને દીક્ષા આપા કે, જે દીક્ષાને લઇને હું ઉચ્ચ પ્રકારે તપ કરીશ. ” પછી નિર્ભાગ્યને ચેાગ્ય જાણી મુનિએ તેને દીક્ષા આપી અને શિક્ષા પણ આપી. દીક્ષા આપતી વખતે તેણે આ પ્રમાણે અભિગ્રહ લીધેા, “ આજથી મારે માસે માસે આહાર કરવા, પર ંતુ હું બીજા સાધુને અથે સદા ભિક્ષા લેવાને જઇશ. ” આ પ્રમાણે એક લાખ વર્ષ સુધી દીક્ષા તથા અભિગ્રહને પાળી અંતે સમાધિથી મૃત્યુ પામી તે નિર્ભાગ્ય સહસ્રાર દેવલેાકમાં ગયા, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં રહી અને તેવી જાતના ભેાગ ભાગવી, આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી ન્યવીને પ્રતિષ્ઠાનપુરના રાજા મલયકેતુની પ્રિય રાણી સતી સુવિલાસવતીના ગર્ભમાં તે ભાગ્યયેાગે પુત્રપણે ઉત્પન્ન થયા. તે વખતે રાણી સુવિલાસવતીએ હથી અપરિમિત પ્રમાણવાળા પૂર્ણ કલશ મુખમાં પ્રવેશ કરતેા વસમાં ચેા, તેજ વખતે પૂવ પુરૂષોએ રાખેલાં અને કાટી રત્નાથી ભરેલાં આઠ મહાનિધાન પ્રગટ થયાં.અનુક્રમે સુવિલાસવતીએ શત્રુઓને નિવારનારા પુત્રને જન્મ આપ્યા તે સમયે હર્ષથી વિવિધ જાતના મહાત્સવે વિધિપૂર્વક કરવામાં આવ્યા. માતાપિતાએ રવપ્નને અનુસારે સ` વજનોના સમૂહને સ ંતેાષી તે પુત્રનું નામ પૂર્ણ કલશ પાયું. શુકલપક્ષના ચંદ્રની જેમ તે પૂર્ણાંકલશ નેત્રાને આનંદ આપતા દિવસે દિવસે ૧તાપને હરનારીરકળાની વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે તે પરાક્રમ, ઔદાર્ય અને ગાંભીય ગુણને વસવાના સ્થાનરૂપ અને યુવત જનને હર્ષીદાક એવું શુભ યૌવનવય પામ્યા. "" એક વખતે યુવાન પૂર્ણ કલશ પેાતાના ભવનમાં રહ્યા હતા, તેવામાં પ્રતિહારે નિવેદન કરેલા કાઇ બુદ્ધિમાન પુરૂષ ત્યાં આવ્યા. તે પ્રણામ કરી ચેચ રથાને બેઠે. પછી કુમારે તેને પૂછ્યું કે, “ તમે કયાંથી આવે છે ? અને અહિં આવવાનું શું કારણ છે ? ” તે ખેલ્યા, “ વૃક્ષાથી સુશોભિત એવી શ્રાવસ્તી નામે નગરી છે તેમાં શ્રીજિનભગવાનમાં ભક્તિવાળા જિનદત્ત નામે શ્રાવક રહે છે. તે જિનદત્તના ચિત્રસેન નામે હું મિત્ર છું. અને હું તેજ નગરીના રહેવાશી છેં. એક વખતે દિવ્ય સુગંધના સમૂહથી પ્રકાશતા તે જિનદત્તને દેખી મેં તેને પૂછયુ કે, “આવા દિવ્ય સુંગધ તને કયાંથી પ્રાપ્ત થયા ? ” તેણે કહ્યુ, “ સર્વાનુભૂતિ નામના એક યક્ષ મારા મિત્ર છે, તેણે મને આકા શગામિની વિદ્યા આપી છે, તે વિદ્યાના બળથી શાશ્વત એવા નંદીશ્વરાદિ તી'માં હું જઊં છું. ત્યાં દેવતાઓ પણ આવે છે. ત્યાં દિવ્ય પૂજાના ઉપહારથી હું સુવાસિત અગવાળો ૧ જેમ ચંદ્ર તાપને હરનારી કળાની વૃદ્ધિ પામે છે. તેમ આ પૂર્ણકલશ પરિતાપને હરનારી કલાજ્ઞાનની વૃદ્ધિને પામ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy