________________
ધમતત્વનું સ્વરૂપ અને અતિથિ વિભાગ વ્રત ધારણ કરે, આ પૃથ્વીમાં જીવદયા એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. જે તે મૂળ હેય, તો જ તે વૃક્ષની શાખાએ ટકી શકે છે અને તે મૂળ નષ્ટ થઈ જાય તે તે (ધર્મરૂપી કલ્પવૃક્ષ) ટકી શકતું નથી. જે પાપ પાપબુદ્ધિથી કરવામાં આવ્યું હોય, તેની શુદ્ધિ થઈ શકે છે, પરંતુ જે પાપ ધર્મબુદ્ધિથી કરવામાં આવ્યું હોય, તેની શુદ્ધિ થતી જ નથી. તેથી સર્વ દશનેએ માનેલે અને સર્વ સુખને આપનાર દયા ધર્મ તત્વજ્ઞ પુરૂષે હંમેશાં હર્ષથી કર જોઈએ. જે મનુષ્ય તે ધર્મને એક એક માર્ગ ગ્રહણ કરે છે, તેને આલેક તથા પરલોકમાં સુખ સહિત શિવ-કલ્યાણને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ધર્મતત્વ કહેવામાં આવ્યું.
આ પ્રમાણે ગુરૂએ કહેલા દેવ, ગુરૂ અને ધર્મના તત્વો સાંભળી તે જગદ્ધર ઊલટે વધારે મત્સર–ષવાળા થયા. જે ચાર હોય તેને ચંદ્રની કાંતિ રૂંચતી નથી.
એક વખતે તેણે ચંદ્રાપીડ રાજાને કહ્યું કે, “પિત ના મતનેજ સ્થાપન કરનારા આ લેકે પિતાના મનમાં ઉદ્ધત થઈ બીજાઓના દર્શનને માનતા નથી. તેઓને માટે બીજું શું કરવું ? ફકત તેઓનો ખોરાક બંધ કરો એટલે તેઓ પિતાને દેશ છોડીને બીજે ક્યાં ચાલ્યા જશે.” તે રાજાને માનિતો હતો, તેથી તેના કહેવા પ્રમાણે તત્કાળ રાજાએ ઊંચ પ્રકારે હઠ કરી પટાહ વગડાવી પિતાના દેશમાં તેમનો ખોરાક બંધ કરાવ્યું. આથી તે કાળે મદવડે ઉદ્ધત એવા તે રાજાએ સાધુઓને ભિક્ષાદાનને અંતરાય કરવાવડે લાભાંતરાયનું નિબિડ કમ બાંધ્યું.
એક વખતે જેને ઊપાય કરનાર વૈદ ફાવી શકે નહીં તે ગૂઢ વિસૂચિકા (ઝાડા) નો દેષ થઈ આવ્યું. તેથી તે રાજા પંચત્વને પામી પહેલી નારકીમાં ગયે. ત્યાંથી નીકળી સરપ-(સાપ) થઈ બીજી નારકીમાં ગયો. ત્યાંથી પક્ષી થઈને ત્રીજી નારકીમાં ગયે. ત્યાંથી સિંહ થઇને ચોથી નારકીમાં ગયે. ત્યાંથી સર્પ થઈને પાંચમી નારકીમાં ગયે. ત્યાંથી નીકળી તે સ્ત્રી થઈ છઠ્ઠી નારકીમાં ગયે અને ત્યાંથી પસ્ય થઈ સાતમી નારકીમાં ગયા. ત્યાંથી એકેંદ્રિય વિગેરેમાં ઘણું ભવેની અંદર જ્ઞાન તથા વિજ્ઞાન રહિત ભમતાં ભમતાં તેણે નિરંતર દેહનાં દુઃખ સહન કર્યા. એવી રીતે સર્વ સ્થળે સુધા અને તૃષાના દુઃખથી યુકત એવા અને જીવનને ધારણ કરે નારકી તથા તિયામાં વિવિધ પ્રકારની ઘણી વેદના ભોગવતો તે તું કર્મયોગે આ ગામની ચિન્તા-સંભાળ કરનારના ઘરમાં હમણું પુત્રપણે ઉત્પન્ન થયે છે, તેથી કરીને તેને લાભ નથી.” આ સાંભળી તે નિર્ભાગ્યને જાતિસ્મરણ થઈ આવ્યું અને તત્કાળ સંવેગ પામી તેણે ગુરૂને પૂછયું કે, “એવો કઈ પણ ઉપાય છે કે જેથી મારા કર્મનો ક્ષય થઈ જાય?” કેવળીએ કહ્યું, “જંતુને તપ કરવાથી નિકાચિત એવા પણ કર્મને ક્ષય થઈ જાય તે પછી સ્પષ્ટબદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org