SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ** * ... ૧૧૪. શ્રી વિમળનાથ ચરિત્ર, ગથી ભાનુના બંને કર-હાથ કૃતાર્થ થયા, પરંતુ તે રાજના કરો અન્ય કેદના સંતાપને હરનારા ન થયા. તેનું શું કારણ ? પછી તે જળના સિંચનથી તત્કાળ ગરમાં ગની શાંતિ થઈ ગઈ. તે જોઈ રાજાએ વિરમય પામીને પૂછયું કે, “આ રાકુમાર કોણ છે? ” તે સમયે મંત્રિપુત્ર વિમળે કુમાર અમરસિંહને કુળ, નામ વિગેરે બધે વૃત્તાંત રાજની આગળ કહી સંભળાવ્યો. તે સાંભળી ભાનુ રાજ કુમાર અમરસિંહને સમાનપૂર્વક પિતાની કનકાવતી નામે પુત્રી અને અર્ધ રાજ્ય અર્પણ કર્યું. કેટલાએક કાળ સર્વ સુખમય ગયા પછી અમપુર નગરમાંથી આવેલ કેટલાએક પુરૂએ કુમાર અમરસિંહને ખબર આપ્યા કે, “દેવ, તમે નગરમાંથી ગયા પછી પાપદ્ધિના વ્યસનથી વ્યાપ્ત થયેલા એવા રાજા સમરસિંહે લેકેને શત્રુથી ઉત્પન્ન થયેલી પીડાની ચિન્તા-દરકાર કરી નહિ, તેથી શત્રઓના ઊપદ્રવથી લેકે દુઃખી થયા, તે જઈ મંત્રીઓની સાથે શુભ પરિણામને વિચાર કરી સેનાપતિએ મૃગયા કરવા ગયેલા તે રાજાને મૃગના બહાનાથી બાણને ઘા કરીને મારી નાખે છે. વ્યસન અનર્થ કરનારૂંજ છે. હે પ્રભુ, હવે તમે સત્વર આવે, રાજ્યને સ્વીકાર કરે, લેકેને પાળે અને દુષ્ટ લોકોને નિગ્રહ કરે.” તેઓનાં આવાં વચન સાંભળી કુમાર અમરસિંહ રાજા ભાનુની આગળ તે હકીકત નિવેદન કરી ચતુરંગ સેના સાથે લઈ હર્ષથી પોતાના નગરમાં આવી પહોંચે. ભીમકાન ગુણવાલા અને નીતિમાર્ગે ચાલનારા કુમાર અમરસિંહને સેનાપતિ વિગેરે મંત્રીઓએ રાજ્ય ઉપર અભિષેક કર્યો. દયાના ગુણને લઇને અમરસિંહ વયમાં નાનો હતો, તો પણ તેને રાજ્ય મળ્યું અને મોટા સમરસિંહને જીવહિંસાને લીધે શરીરને ક્ષય થઈ ગયે. રાજા અમરસિંહ રાય મેળવી પોતાના દેશમાં દયાધર્મ પ્રવર્તા, તેથી તેને રાજ્ય તથા પ્રજાની આબાદિ થઈ અને તેનો મહીમા અદ્ભુત છે. પિલ દેવતાના સાનિધ્યથી રાજા અમરસિંહ ચિરકાલ રાજ્ય લક્ષમી ભોગવી છેવટે પિતાના પુત્રને રાજ્ય આપી દક્ષા ગ્રહણ કરી નિર્મળ હૃદયવાળા તે અમરસિંહ મુનિ સર્વ શત દયા પાળી અંતે કેવળજ્ઞાન મેળવી અવ્યય-અવિનાશી એવા મોક્ષને પ્રાપ્ત થયા. - જે બુદ્ધિમાન મનુષ્ય આ પૃથ્વીમાં સમ્યક પ્રકારે જીવદયા પાળે, અન્યને પીડા કરવા મૃષાવાદ બોલે નહિં, અદત્તાદાન (ચેરી) કરે નહીં, બ્રહ્મચર્ય ધારણ કરે, પિતાના ભાવથી પરિગ્રહનું પરિણામ કરે, દિવિરતિ, ભોગપભેગનું માન, અનર્થદંડની વિરતિ અને સામાયિક વ્રત ગ્રહણ કરે, હંમેશાં જીવરક્ષાથી દેશાવકાશિક, પાષધવ્રત, ૧ રાજા જે પ્રજા ઉપર કર નાખે છે, તે જેમ જેમ વધારે પ્રમાણમાં હોય છે, તેમ તેમ તે સંતાપને હરનારા થતા નથી, પણ સંતાપમાં વધારે કરનાર થાય છે, તે યુક્ત છે. ૨ દુષ્ટને નિગ્રહ કરવાવડે ભીમ અને સજજને ઊપર અનુગ્રહ કરવાવડે કાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy