SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસ ઉપર શ્રી અમરસિંહની કથા. ૧૧૩ કુમારે કહ્યું. “સમસ્યાના પદ ઉપરથી હૃદયને આશય જાણી શકાય છે, તેથી તમે સર્વે દર્શનવાલાઓને બે લાવે, પછી તેમ આપણે સમસ્યાનું પદ આપી પરીક્ષા કરીએ.” પછી રાજાએ તત્કાળ માણસે મોકલી સર્વ દ૨નીઓને લાવ્યા કુમાર અમરસિંહે તેઓની આગળ સમસ્યાના બે પદે નીચે પ્રમાણે કહ્યા. " पुरा भ्रमन्त्या अपि वाग्वध्वाः स-कुण्डलं वा वदनं न वेति ।" “કઈ વારાંગના આગળ જ ફરતી હતી, પણ તેનું જ વદન કુળવાળું છે કે નહિ ? તે જાણવામાં આવ્યું નહીં.” આ વાક્ય સાંભળીને કોઈ વિદ્વાને તે સમસ્યા નીચે પ્રમાણે પૂર્ણ કરી. '' चक्षुर्नविष्टं स्तनमंडलेऽस्या ग्तेनैव न ज्ञातमिदं हि सम्यक् ।" તે વારાંગનાના રતનમંડળ ઊપર તેણે પિતાના ચક્ષુ સ્થાપિત કરેલા તેથી પિતાની આગળ ફરતી એવી વારાંગનાનું વદન કુંડળવાળું છે કે નથી તે સારી રીતે તેણે જોયું નહીં.” બીજા અન્યદર્શનીઓએ તે રાજકુમારની આગળ તેવી રીતે શ્રૃંગારરસ વિરાજિત એવી તે સમસ્યા રસના આવેશથી કહી સંભળાવી આ વખતે કઈ ભવિતવ્યતાના ગે પિલા બકરાના પૂર્વ ભવને જાણનારા દયાળુ ઉત્તમ મુનિ ત્યાં આવી ચડ્યા. અમરસિંહ કુમારે તેમની આગળ તે સમસ્યાનાં પદ પૂછયાં, એટલે સમતારૂપી અમૃતના સાગરમાં કીડા કરવામાં ગજૅકસમાન તે મહામુનિએ તે સમયાની પૂર્તિ નીચે પ્રમાણે કહી સંભળાવી. " मार्गेऽत्र तु स्थावर जीवरक्षा व्याक्षिप्त चिन मया न दृष्टम् । पुरो भ्रमात्या अपि वारवध्वाः स-कुण्डलं. चा वदनं न चेति ॥१॥" આ માર્ગમાં રથાવર જીવે ની રક્ષા કરવામાં મારું હૃદય એવું આતુર હતું, કે જેથી મારી આગળ ફરતી એવી વારાંગનાનું વદન કુંડળવાળું છે કે નહીં, તે મારા જોવામાં આવી શક્યું નહી” આ સાંભળી કુમારે કહ્યું, “હે રાજા, આ મુનિના ચરણના ધાવણજળથી રોગની શાંતિ થશે, તેમાં સંશય નથી.” પછી તે ભાનુ રાજાએ પિતાની જાતે તે સાધુને ઉત્તમ આસન ઉપર બેસાડી તેના બંને ચરણ પ્રોસુક જળથી યા. ૧ભાનુના કરરપથી સાધુનું ચરણકમળ જે લહમીવાળું થયું, તે ઘટે છે, પરંતુ તે ઊપર જઇનું સિંચન થતાં પણ તે પંક-કાદવને હરનારૂં ન થયું, તે ઘટતું નથી. તે જળના - ૧ ભાનું સૂર્યના કરસ્પર્શથી-કિરણોના સ્પર્શથી કમળ લક્ષ્મી ( શોભા ) વાળું થાય, તે ઘટિત છે. પરંતુ તે જળના સિંચનથી કમળ કાદવને હરનારું ન થયું. પક્ષે ભાનુ રાજાના કરસ્પર્શ-હરતરપર્શથી મુનિનું ચરણકમળ સુશોભિત બન્યું અને તે રાણપંક-પ પરહિત છે, એટલે તેથી જળવડે પંકને ધવાનું કાંઇ હતું જ નહીં. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy