________________
શ્રી ધર્મતત્વ ઉપર અમરસિંહની કથા.
૧૧૧ થયેલા સમરસિંહ અને અમરસિંહ નામના બે કુમારે હતા. રાજા સુગ્રીવ , પરલેકવાસી થતાં તેનો ચેષ્ટ પુત્ર સમરસિંહ રાજા થયો. પણ તે શિકારના વ્યસનને લઈને તે રાજ્યનું કાર્ય કરતો ન હતો. બીજે કુમાર અમરસિંહ દયા તથા દક્ષિયવાલ, અને પરોપકાર કરવામાં તત્પર રહી પિતાનો કાલ નિર્ગમન કરતો હતો. એક વખતે અમરસિંહ કેની સાથે ઉદ્યાનમાં કીડા કરવાને ગયે, તેવામાં કેઇ બ્રાહ્મણે લાવેલ બકરે તેના જોવામાં આવ્યું. પિતાની ભાષામાં બેં બેં કરતો તે દીનમુખવાલે બકર જોઈ ગુણોથી ઊત્તમ એવા અમરસિંહે તેને બ્રાહ્મણ પાસેથી છેડાવ્યું. તે પણ તે બકરો પ્રથમની જેમ બેં કરવા લાગે, ત્યારે કુમારે તે બ્રાહ્મણને પુછયું કે “તું આ બકરાને ક્યાં લઈ જાય છે?” બ્રાહ્મણે ઉત્તર આપે કે, “ આ બકરાને યજ્ઞના કામ માટે લઈ જાઉં છું?” “તે ચન્ન કરવાથી તને શું ફલ મળશે” કુમારે પૂછ્યું “તે યજ્ઞ કરવાથી મને સ્વર્ગ મલશે.” બ્રાહ્મણે તેમ ઊત્તર આપે. તે સાંભળી રાજપુત્ર પુનઃ બેલ્યો,
જે જીવવધ કરવાથી સ્વર્ગ મળે, તો પછી કેવું કામ કરવાથી નરક મળે? બ્રાહ્મણે કહ્યું-“વેદમાં કહેલી હિંસા સ્વર્ગને માટેજ થાય છે.” આ અરસામાં કેઈ એક મુનિ ત્યાં આવી ચડ્યા. મુનિને દેખી અમરસિંહે કહ્યું, “હે મુનિરાજ, અમારે બંનેને વાદ થયો છે, તેને નિર્ણય આપ કરશે.” બ્રાહ્મણ છે, “તે બરાબર છે, બેની વચ્ચે થચેલા વાદને ત્રીજો માણસજ પતાવી શકે છે, પણ જો આ બકરો પિતેજ એંધાણ આપે તેવું જ્ઞાન મારી એ ગાળ કહેશે તો જ તે પતી શકશે.” પછી તે જ્ઞાની મુનિએ પ્રતિબંધ આપવાની ઇચ્છાથી તે બકરાને પૂર્વ ભવ જાણું લઈ તેને આ પ્રમાણે કહ્યું, “અરે ! તે જ ખાડા ખોદાવ્યા હતા, વૃક્ષો પણ તેંજ રોપાવ્યા હતા અને યજ્ઞ કરવાથી સ્વર્ગ મલે છે.” એ પણ તેંજ કહ્યું હતું. હવે અત્યારે શું જોઈને તું બેં બેં કરે છે?” તે મુનિના આવા આ વચનો સાંભળી તે બકરો મૌન ધરીને રહ્યા. તે જોઈ અમરસિંહ બોલ્યો કે, “તમારા વચનથી આ બકરે મૌન ધારીને કેમ રહે?” અનગર બેલ્યા, “હે રાજકુમાર, આ બકરે આજ બ્રાહ્મણને રૂદ્રશર્માનામે પિતા હતો. તેણે આ સરવર દાવ્યું હતું. તેની પાળ ઊપર વૃક્ષા રોપાવ્યા હતા અને ત્યાં પ્રરૂપ્યા હતા. તે અધમ મૃત્યુ પામીને આ બકરો થયો છે. તેમણે પૂર્વે યજ્ઞમાં બકો માર્યો હતો, તેથી તે પોતાના કરેલા કર્મથી અપરાધી થઈ પાંચ વખત આવી રીતે કરે થયો છે. આ છઠ્ઠા ભવમાં અકામ નિજર થવાથી તેને જાતિ સ્મરણ થઈ આવ્યું છે, તેથી દુખવડે દગ્ધ થયેલ તે આ પોતાના પુત્રને કહે છે કે, “હે પુરા, તું મને શા માટે મારે છે? હું તારો પિતા છું, જે તને પ્રતીતિ ન આવતી હોય તો તારી પાસે જમીનમાં દાટેલ દ્રવ્યને નિધિ તને બતાવું.” મુનિના આ વચન સાંભળી તે બ્રાહ્મણ છે, “ જે તમે કહો છે, તે સત્ય
૧ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે, એવું મુગ્ધજનેને સમજાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org