SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રીવિમળનાથ ચરિત્ર, એમ જાણવું. જે ઘરના રક્ષણ માટે ચર્મમય વાડકહી તે તત્ત્વના નિશ્ચયનું રક્ષણ કરનારી વ્યવહારવૃત્તિ સમજવી. જે ગામેગામ સ્થિતિ કરવા માટે ઘર કરવાનું કહ્યું, તે પ્રત્યેક દિયેય વસ્તુમાં આત્માને સ્થિર કરવાનું સમજવું. જ્યારે નિરધનપણું આવે ત્યારે ગંગાને તળીએ જે ખોદવાનું કહ્યું, તે જ્યારે દુર્ઘટ અર્થ આવી પડે ત્યારે અતિ બુદ્ધિથી અને સંગ્રહ કરે એમ સમજવું. આ પ્રમાણે મુગ્ધ બુદ્ધિવાલે પણ સંસારી જીવ જે ગુરૂના કહેવા પ્રમાણે કરે, તો તે આલેક તથા પરલોકમાં પવિત્રાત્મા થઈ સદા સુખી થાય. દેવ તત્વ સુય છે, કારણ કે, તે દેવ એક સર્વજ્ઞજ છે. અને ગુરૂતત્વ અનેક વેષને ધારણ કરનારું હોવાથી જાણવું દુર્ઘટ છે, તેથી અહિં સુગુરૂનું કાંઈક સ્વરૂપ કહેવામાં આવે છે. પુરૂષ તદન ગુરૂ વગરને સારો પણ તે કુગુરૂવાલે સારે નહિ. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, વ્યહવાર, નિશ્ચય, ઊત્સર્ગ, અપવાદ, આવક અને ખર્ચ જાણે છે, જે શુદ્ધ પંચ મહાવ્રતધારી, પાંચ સમિતિને ધારણ કરનાર, પાંચ પ્રકારના આચારને પાળનાર અને ત્રણ ગુપ્તિથી વિરાજીત છે, જે સ્થિર, કષાયથી મુક્ત, રાગદ્વેષ રહિત, અગ્રિડધારી ધીર, અપ્રમાદી અને હિતકારી છે, જે હંમેશાં ઊપદેશ આપવામાં તત્પર, સિદ્ધાંતરૂપ સમુદ્રના પારગામી, અન્ય શાસ્ત્રાના જ્ઞાતા અને બુદ્ધિની વૃદ્ધિથી યુક્ત છે, જેનું વચન ગ્રહણ કરવા યંગ્ય છે, જે સૌમ્ય, અવસરના જાણુ ગુણવડે આશ્રિત, વક્તા, સ્મરણ શક્તિવાલા અને એકવાર જોયેલાને ઓળખી લેનાર છે, જે મરણ વિગેરેથી યુક્ત, કૃતજ્ઞ કમળ વાણી બોલનાર, ચતુર, પૂર્ણ એવી પાંચ ઈદ્રિના આધારરૂપ, વિચારો જાણનાર, અને નિર્ભય છે, અને જે ગંભીર, અપ્રતિશ્રાવી, બહેરના સંગને છોડાવનાર, ગ્રંથકાર, દયાળુ, યુક્તિમાન અને વિષયમાં વિરકત્ત છે. ઈત્યાદિ ગુણોથી યુક્ત, સર્વ પ્રકારના કદાગ્રહથી રહિત અને તત્ત્વજ્ઞ એવા ગુરૂને સ્વહિતને ઈચ્છનારા પુરૂએ આનંદથી સેવવા. આ પ્રમાણે ગુરૂતત્ત્વ સમજવું. એવી રીતે મેં તમને દ્રષ્ટાંત સાથે કાંઇક ગુરુતત્વ કહ્યું છે. હવે દયામૂલ એવા ધર્મતત્ત્વનું સ્થૂલ સ્વરૂપ કહું, તે સાંભળો. ઊચ્ચ પ્રકારના સુખના કારણરૂપ એવા જીવદયામય ધર્મને આચરતો જીવ અમરસિંહની જેમ બે પ્રકારનું શિવ-કલ્યાણ પ્રાપ્ત કરે છે. XXXXXXXXXXXXXXXXXXXXXX કે દયામૂળ ધર્મતત્વનું સ્વરૂપ. ૪ XXXXXXXXXXXXXXXXXXXXXX જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના મધ્યભાગે રહેલું અને અમરપુરીના જેવું A. સુંદર અમરપુર નામે નગર છે. તે નગરમાં સુગ્રીવ * નામે રાજા હતો. તે રાજાને જુદી જુદી રાણમાં ઉત્પન્ન ૧ કાંઇપણ આલોચનાદિક સંબંધી ગુહ્ય વાત જેમની પાસેથી બહાર નીકળી ન જાય એવા ગંભીર- સાવધાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy