________________
૧૦
શ્રીવિમળનાથ ચરિત્ર. મેક્ષના સંસર્ગથી સુંદર બની ગયા છે, એવી રીતે મેં તમને ધર્મરૂપી કલ્પવૃક્ષની બીજી શીલરૂપી શાખા કહી, હવે હે સજ્ઞાની રાજા. હું તમને તપ નામની ત્રીજી શાખા કહું છું, તે સાંભળો,” આ પૃથ્વીમાં જેટલાં લૌકિક તીર્થો અને લકત્તર તીર્થો પ્રખ્યાત થયેલાં છે, તે બધા તપથી જ થયેલાં છે. વાલમીકી અને વ્યાસ પ્રમુખ જે લૌકિક મહષિઓ અને હરિકેશી બળ વિગેરે જે લોકોત્તર મહર્ષિઓ હીન કુલમાં ઉત્પન્ન થયેલાં છતાં પ્રભુતા અને દેવતાઓ વડે સેવિત થઈ આ વિશ્વઉપર વિખ્યાત થઈ ગયા છે, તે તપનું જ ફળ સમજજે. જેઓને મલેચોના સંસર્ગથી કદિ મ્લેચ્છતા થઈ ગઈ હોય. તેવાઓને પણ તપથી સારા વર્ણોએ વર્ણન કરેલી શુદ્ધિ થઈ જાય છે, ઉત્તમ હૃદયવાલા પુરૂષોને તાપ કરે તેવા બ્રહ્મહત્યાદિ મહા પાપ લાગી ગયા હોય, તેવા પાપોને ક્ષય તપથી ક્ષણ માત્રમાં થઈ જાય છે. કુતપ-નઠારું તપ પણ આ લોકમાં મિથ્યા ગુણસ્થાને રહેલા માણસેથી પૂજાય છે, તે પછી ઉત્તર ગુણસ્થાને રહેલા મનુષ્ય સારા તપને કેમ માન ન આપે? તે તપના બાર ભેદ છે અને ૧દ્વાદશ ભેદવાલા સૂર્યની જેમ તે દેષાપહ, રૂચિકર અને સચ્ચક યોગને કરનાર થાય છે. જેમ ચંદ્રહાસ-ખગ વડે તેજના વિલાસને ધારણ કરતે, સમામૃત્ રાજા કોશ-ખજાના વગરને હાય. તે પણ તપ વડે વિગ્રહ-યુદ્ધ કરવાથી સર્વ શત્રુઓને પૂર્ણ રીતે જીતી લે છે, તેમ તપ વડે વિગ્રહ શરીર ખપાવતે ક્ષમાધારી પુરૂષ ચંદ્રહાસ-ચંદ્રના પ્રકાશ જેવા તેજને ધારણ કરતો કે શહીન-નિધન છતાં પણ અંતરના સર્વ શત્રુઓને પૂર્ણ રીતે જીતી લે છે. જ્યાં સુધી ૨ દેહની અંદર અન્નપાનને પ્રવેશ અટકાવાય નહીં, ત્યાંસુધી તે દેહના કિલામાં રહેલા કર્મ રૂપી શત્રુઓને વિજ્ય થઈ શકતો નથી. જ્યારે સૂર્ય ઉત્તર દિશાનો આશ્રય કરે છે, ત્યારે તે તેનો નિધિ બને છે અને તેજ સૂર્ય જે *દક્ષિણાશા-દક્ષિણ દિશાને ભજે છે, તો તે આ લોકમાં વસુહીન થઈ જાય છે. આ લેકમાં તપસ્યાથી આકાશ ગામિની શક્તિ વિગેરે લબ્ધિઓ મલે છે અને પરલેકમાં શિવસંપત્તિ પ્રાપ્ત થાય છે. પૂર્વે દુકૃત્ય
૧ સૂર્યના દ્વાદશ સ્વરૂપ છે, ને દોષા પહ-દોષા–રાત્રિનો નાશ કરનાર, રૂચિકર-પ્રકાશ આપનાર અને સારા ચક્રવાક પક્ષીના જોડલાને યોગ–મેલાપ કરનારે છે, તપ પસે તપ-દ્વાદશ મેદવાળું, દોષાપ-દોષોને નાશ કરનાર, રૂચિકર-તેજ અથવા શ્રદ્ધા કરનાર અને સતપુના ચક્રસમૂહનો છે.ગ કરનાર થાય છે.
૨ કિલ્લામાં ભરાએલા શત્રુઓને માટે જ્યારે ખોરાક તથા પાણી અટકાવવામાં આવે ત્યારે તે હારી જાય છે. તેથી જ્યાં સુધી દેહમાં અન્ન પાણી લેવામાં આવે અર્થાત ઉપવાસ પ્રમુખ તપ કરવામાં ન આવે, તે કર્મ રૂપી શત્રુઓનો વિજ્ય કરી શકાતો નથી. - ૩ ઉત્તર કાષ્ટા-ઉત્કૃષ્ટ તપ. ૪ દક્ષિણાશા-દક્ષિણદિશા અને પક્ષે દક્ષિણ-દ્રવ્યદાનની આશા. ૫ વસુહીન-કિરણ રહિત પક્ષે દ્રવ્ય રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org