SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવ્રત ઉપર શીલવતીની કથા. નાખ્યો. તેવી રીતે રાજાએ પેલા કામાંકુર મંત્રીને મોકલ્યો. તેને પણ બે લાખ દ્રવ્યનો . વ્યય રાવી તેવીજ રીતે ખાડામાં નાખે. તે ચારે મંત્રીઓ મળી તે અંધકૃપમાં ભયા: કુળ થઈને રહેવા લાગ્યા. હવે રાજા અરિદમન પિતાના શત્રુ સિંહરથ રાજાને જીતી મંત્રી અજિતસેનની સાથે પિતાના શ્રેષ્ઠ નગરમાં પાછો આવ્યો. પિલા અંધકૃપમાં પડેલા કામાંકુર વિગેરે મંત્રીઓએ શીલવતીને જણાવ્યું કે, “હે સતી કારાગૃહને આપનારા અહંકારને લઇને અને વેદના થઈ છે. આ જગતમાં તમારા શીલરૂપી ઉંચા પર્વતને ભેદવાને વજપાણિ ઇ પણ પોતે શકિતમાન નથી. તો પછી અમો શી ગણત્રીમાં? હવે અમારી ઉપર દયા કરો, અને ગર્ભાશયના જેવા અને ચોતરફ જળવાળા કુવારૂપ આ ખાડામાંથી અમને બાહેર કાઢે. આજથી અમે તમારી આજ્ઞાને ઉઠાવનારા સેવક થઈને રહીશું,” શીલવતી બોલી, “અરે મંત્રીઓ, જો તમે મારા કહેવા પ્રમાણે કરે, તો હું તમને બાહર કાઢીશ તે એ કે “ જ્યારે હું કહું ત્યારે તમારે થયું ” એમ કહેવું.” તેઓએ તેનું વાક્ય કબુલ કર્યું, પછી શીલવતીએ પોતાના સ્વામી અજિતસેનની આગળ તે મંત્રીઓની હકીકત જાહેર કરી અને તેની પાસે પોતાને ઘેર આવવા રાજાને આમંત્રણ કરાવ્યું. અહીં શી વતીએ છુપી રીતે ભેજનની ઉત્તમ સામગ્રી તૈયાર કરાવી, પછી જે સ્થાને તે ચારે મંત્રીઓને રાખ્યા હતા, તે સ્થાને તે ભેજનની સામગ્રી ગુપ્ત રીતે રાખી મુકી. જ્યારે રાજા અરિદમન શીલવતીને ઘેર આવ્યા ત્યારે તેણીએ આદર–માન આપ્યું, પરંતુ કોઈપણ ભોજનની સામગ્રી રાજાના જોવામાં આવી નહીં તે વખતે રાજાએ ચિતવ્યું કે, “આ સ્ત્રીએ મને પરિવાર સહિત ભજન કરવા લાવ્યો છે, પણ ભેજનની સામગ્રી વિના તેણી મારું અપમાન તો નહી કરે ? રાજા આ પ્રમાણે ચિંતવતો હતો, તેવામાં શી લવતીએ પુષ્પ વિગેરેથી પેલા ગર્ભદ્વારની પૂજા કરી અને કહ્યું કે, “કેમ જોઈ તૈયાર થઈ?” પેલા ખાડામાંથી ચારે મંત્રીઓ બોલ્યા, “હા સર્વ સાઈ થઈ ગઈ છે.” પછી શીલવતી એ પોતે તે એરડામાંથી તૈયાર રસોઈ બાહર લાવી રાજાને જમાડે. અને સેનાપતિ સહિત તે રાજાને પુષ્પ તાંબૂલ વિગેરેથી સત્કાર કરી પિલું મંત્રીઓ પાસેથી લીધેલું બધું દ્રવ્ય તેને અર્પણ કર્યું. તે જોઈ રાજા વિસ્મય પામી ગયો અને તેણે ચિતવ્યું કે, “ખરેખર ! આ સતી છે કે જેણે દેવતાના સાનિધ્યથી અદશ્ય રીતે કાર્ય કરી શકે છે. આ સતીનું સ્વરૂપ અને ચરિત્ર વર્ણન કરવાને કોણ સમર્થ છે? જેણીના માત્ર વચનથી જ સર્વ સંપાદન થાય છે.” આવું ચિંતવી રાજાએ શીલવતીને પુછયું, “હે સતી તમોને આ કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ?” શીલવતીએ કહ્યું, “મેં ચાર યો સદાને માટે સાધ્યા છે.” રાજા બદયા, ત્યારે તે યક્ષો મને આપે, જેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy