SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રીવિમલનાથ ચરિત્ર. તે ગુણાના સ્થાનરૂપ શીલવતી આ પ્રમાણે ખેલી.-“ એક અપરાધને લઇને મને ઘરની મહેર કાઢવામાં આવી, હવે જો હું બીજો અપરાધ કરૂં તે। મારા પિતાના ઘરને પણ મેળવી શકું નહીં; તેથી હું કાગડા, તું મૌન ધરીલે, ફરીવાર બેલીશ નહીં. જ્યાં ગુણ તથા અવગુણને વિચાર ન હેાય, ત્યાં રહેવું ન જોઈએ. કર્દિ કાઇ કમ યાગે તેવુ સ્થાન મળે, તે ત્યાં માન રાખવું વધારે સારૂં' છે. કારણકે, તેવા સ્થાનમાં સત્પુરૂષના ગુણ પણ નિશ્ચે અવગુણરૂપ થઇ જાય છે.” શીલવતીનાં આવાં વચન સાંભળી રત્નાકરશેઠે કહ્યું. “ વધૂ, તમે એ શું કહ્યું ? ” “જે મેં કહ્યું છે, તે સત્યજ છે અને તેવું મારામાં પ્રત્યક્ષ જોવાય છે. ’’ શીલવતીએ ઉત્તર આપ્યા. વિશેષમાં જણાવ્યું કે, “ શુકપક્ષી વાણી બેલવાના– વઢવાના ગુણથી પાંજરામાં પુરાય છે, રત્નાના ગુણને લઇનેજ રત્નાકર-સમુદ્રનું મથન દેવતાઓએ પણ કર્યું હતું; અગરૂ ચંદન સુગંધના ગુણને લઇને અગ્નિા સંતાપ પામે છે, તેજ ગુણને લઇને ચંદનનું વૃક્ષ અતિ દેદન તથા ઘણું પામે છે અને મુક્તાફળ પણ ગુણને લઇનેજ લેાકમાં વીંધાય છે, તેવી રીતે પ્રાણી પણ ગુણને લઇને પરાભવ પામે છે. મને પણ જ્ઞાનગુણને લઇને અનાદરપણું પ્રાપ્ત થયું, કારણકે રાત્રે હું સુતી હતી, તેવામાં શીયાણીના શબ્દ મારા સાંભળવામાં આવ્યે. તેમાં કહ્યું કે, “ નદીમાં એક સુંદર સ્ત્રીનુ અલંકાર સહિત મુડદું તણાતુ જાય છે, તે મુડદુ ખેંચી તેના આભુષણે લઇ, પછી તે મુડદું મને આપેા.” આ પ્રમાણે સાંભળી હું ધડેા લઇને ગઇ અને વેગથી મે તે મુડદાને ખેંચી તે શખ શીયાળણીને આપ્યુ અને અલંકારે મેં લઇ લીધા. તે ગુણને લઇને તમારા જેવાએ મને આ સ્થિતિએ પહોંચાડી. વળી આ કાગડા પણ કહે છે કે, “તમે મારી પાસેથી દશલાખ સુવર્ણના ભંડાર ગ્રહણ કરી અને આ કર બે! મને આપે. ” તે ઉપરથી હું આ કાગડાને નિવેદન કરૂં છું કે, “ હું તે સુવર્ણના ભંડારને ગ્રહણ કરીશ નહી, કારણકે આ શેઠે મને વિનાઅપરાધે સ્થાન–ધરને ત્યાગ કરાવ્યેા છે. કહ્યુ છે કે, ‘‘એકવાર અપરાધ કરનાર સવને (સુધારવાના સાધનરૂપ) સ્થાન આપવું. દાંત બીજીવાર પડે છે, ત્યારે તેમને મુખ પણ છેડી દેછે.” વધૂ શીલવતીનાં આ વચને સાંભળી જેનાં અનેક રૂવાડાં ખડાં થયાં છે એવા તે રત્નાકર શેઠ આ પ્રમાણે ખેલ્યા, “વત્સે, તમે જે રાત્રીના વૃત્તાંત કહાં છે, તે શું સત્ય છે ?’” શીલવતી એલી, “હા, તે સત્યજ છે. જો તમે તે માનતા ન હેા, તે આ કાગડાના વચનની ખાત્રી કરે, જેથી તમેાને પાછળના વૃત્તાંતને પણ નિશ્ચય થાય. ’” પછી રત્નાકર શેઠે તે કાગડાને કર એ આપ્યા, એટલે તે પક્ષીએ જ્યાં ભડાર હતા, તે ભૂમિ બતાવી. તે પૃથ્વીમાંથી ખાદી કાઢેલા દ્રવ્યને નિધિ શેઠે હર્ષિત હૃદયે ગ્રહણ કરી લીધેા. પછી જાણે લક્ષ્મી હેાય અથવા પેાતાની કુળદેવી હાય તેવી શીલવતીને માનતા રત્નાકર શેઠ તેણીને રથમાં બેસારી ચાલતા થયા અને તેણે રસ્તામાં પ્રથમના સશયે પૂછ્યા. શીળવતીએ તે બધા સશચેના ખુલાસા આ પ્રમાણે 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy