SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ શીલવ્રત ઉપર શીલવતીની કથા. કે, તેમની સ્ત્રીઓ પણ દાનકરી હતી. તે નંદન નગરમાં અરિદમન નામે રાજા હતા, તે ચંદ્રની જેમ કનકપ્રભ-વિગ્રહવાળે, જગને પ્રિય અને પ્રેમનું પાત્ર હતે. તે રાજનો યશરૂપી રાજહંસ માનસમાં વસતો પણ તે દૂધ અને જળની એકતા કરતો તે ઘટિત નહતું. તેને પ્રતાપરૂપી સૂર્ય વર્ષાકાળમાં પ્રદીપ્ત થઈ પિતાના કિરણોથી શત્રુઓના નગરમાં રહેલા કીલાલનું શોષણ કરતો, એ આશ્ચર્યની વાત હતી. તે નગરમાં સારી સ્થિતિ જેને પ્રિય છે, એ “રત્નાકર નામે એક શેઠ રહેતા હતે.. જે રત્નાકરે વેળા પ્રાપ્ત કરી અવનઘનની ઉત્કંઠાને સારી રીતે આદર કર્યો હતે. તે શેઠને લક્ષ્મીના જેવી શ્રી નામે સ્ત્રી હતી. જેમ લક્ષમી પ્રદ્યુમ્ન નામના કુમારવડે યુક્ત હોય છે, તેમ તે પ્રદ્યુમ્ન–સુવર્ણ–ધન અથવા સારા વર્ણવડે યુક્ત હતી, લક્ષમી જેમ નાલીક-કમળના ગુરૂ-મોટા નિવાસવડે શોભતી હોય છે, તેમ તે નાલીકન–અલીકઅસત્ય રહિત એવા ગુરૂ સમીપે વાસ કરી શોભતી હતી, અને લક્ષ્મી જેમ જિનવિષ્ણુની ભક્તિ કરવામાં તત્પર હોય છે, તેમ તે જિન ભગવાનની ભક્તિ કરવામાં તત્પર હતી. તે શેઠને શ્રીદેવી પ્રિયા હતી, તેમાં કઈ જાતનું આશ્ચર્ય માનવાનું નથી, કારણ કે,. લક્ષ્મી અંગજા છે, તે પણ તેને વિવિધ જનો ભેગવે છે. પરસ્પર રાગી અને વિયોગ, રહિત એવા તે રત્નાકર શેઠ અને શ્રીદેવી શેઠાણી–બંનેને ધર્મ, અર્થ તથા કામને સેવન કરતાં શ્રમને હરનારા શુભ દિવસે નિર્ગમન થતા હતા. એવી રીતે સુખમય અને ધર્મમય કેટલે એક સમય ગયા પછી એક વખતે રત્નાકર શેઠ રાત્રે જાગ્રત થઈ આ પ્રમાણે ચિંતવન કરવા લાગે –“મારા વાસસ્થાનમાં ઘણા સેવકે છે, મારી પાસે શોભાના કારણરૂપ લક્ષ્મી છે, મારે શીલગુણવતી પત્ની છે, ઉજ્વળ મુખવાળા મારે સ્વજને છે, ૧ હરતીઓની સ્ત્રીઓ હાથઓને દાન–મદ ઝરતો નથી છતાં પણ તે દાનકરા કહી, તે વિરોધ છે, પણ પુન્નાગ–ઉત્તમ પુરૂષરૂપી ગજેની સીઓ પણ દાન કરતી હતી, તેથી વિરોધને પરિહાર થાય છે. ૨ ચંદ્ર કનકપ્રભ-સોનેરી ભાવાળા શરીરવાળો, ગતને આહાદ વિગેરે ધર્મોથી પ્રિય અને પ્રેમપાત્ર હોય છે. રાજા સુવર્ણકાંતિ શરીરવાળો હતે. ૩ રાજહંસ માનસ સરોવરમાં રહે છે અને દૂધ તથા જળને જુદાં કરે છે. આ રાજનો યશરૂષીરાજહંસ માનસ-હૃદયમાં રહેતા અને દૂધના જેવો ઉજવળ અને જળના જે નિર્મળ હતો. અર્થાત તેનું યશ સર્વ જનના હૃદયમાં રચતું અને ઉજવળ તથા નિર્મળ હતું. ૪ સુર્ય વકાળમાં ઝાંખો હોય છે અને નગરના જળોને શેપ નથી. અને આ રાજાને પ્રતાપભાનું સદા પ્રદીપ્ત રહેતા અને કર-કિરણથી–હાથથી શત્રુઓને પુર-શરીરમાંથી કીલાલ-ધરને શોધી રહેતા હતા. ૫ રત્નાકર સમુદ્ર વેળા-મર્યાદાને પ્રાપ્ત કરી વનઘન-જળવૃષ્ટિ કરવાની ઉત્કંઠા ધરે છે. આ રતનાકર શેઠ વેળા-સારો વખત પ્રાપ્ત કરી અવન-જીવરક્ષા માટે ધનવૃષ્ટિ કરવાની ઉત્કંઠા ધરાવતા હતા. ૬ અંગજા-વશરીરે ઉત્પન્ન કરેલી પક્ષે અંગમાંથી ઉત્પન્ન થયેલ પુત્રીરૂપ છે, છતાં તે ભોગવે છે એ વિરોધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy