________________
૭૨
શ્રીવિમળનાથ ચરિત્ર, સુખી થાય છે.” આ પ્રમાણે ધર્મશેષ ગુરૂ પાસેથી આ વૃત્તાંત સમ્ય પ્રકારે સાંભળી રત્નાકર શેઠ વિષય ઉપર વિરક્ત થઈ ગયું અને તેણે પિતાની સ્ત્રી સરસ્વતીની સાથે દીક્ષા ગ્રહણ કરી રત્નચૂડ પણ સમ્યકત્વ મૂવ ગૃહસ્થના બાર વતે ગ્રહણ કરી પોતાના જન્મને સફળ માનતે ઘેર આવ્યું. ત્યારથી રત્નચૂડ સાત ક્ષેત્રોની અંદર ઘણું દ્રવ્ય વાવતે દુઃખી તથા દીનજનેને હર્ષથી દયા દાન કરવા લાય તે બંને વખતે શુદ્ધ આવશ્યક ક્રિયા, ત્રિકાળ દેવપૂજા અને પર્વના દિવસોમાં પૌષધ વિધિવત આચરવા લાગ્યો. તે પ્રતિ વર્ષે સંઘયાત્રા, સંઘભક્તિ અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ સર્વદા કરતે હતો. એવી રીતે ધર્મ, અર્થ અને કામની આરાધના કરતાં તે રત્નચૂડને એક પુત્ર થયો, એટલે ચતુર્થવર્ગ–મેક્ષ સાધવા માટે તેણે દીક્ષા ગ્રહણ કરી. તે પછી સારી રીતે સંયમની આરાધના કરી અને દષ્ટિવાદને અભ્યાસ કરી છેવટે રત્નચૂડમુનિ કાળ કરી સાતમા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેઓ ઉત્કૃષ્ટ ભેગ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ જોગવી ત્યાંથી આવી ઉચ્ચ કુલમાં જન્મ પામીને છેવટે મેસે જશે.”
શ્રી બ્રહ્મગુપ્તસૂરિ પદ્ધસેન રાજાને કહે છે, હે રાજા, મેં તને આ અન્નના દાન વિષે અષ્ટાંત આપી દર્શાવ્યું તેમ બીજાં વસતિ વિગેરેનાં જે દાન છે, તે જિનશાસનમાં સાત પ્રકારનાં કહેલાં છે. કેઈ ઠેકાણે પાત્રદાન, અભયદાન, દયાદાન, કીર્તિદાન કહેલાં છે. અને કઈ ઠેકાણે જ્ઞાનદાન વિગેરે પણ કહેલાં છે. તેમાં અભયદાન અને સત્પાત્રદાન આપવાથી મોક્ષ થવાને સંભવ છે અને અનુકંપા વિગેરે દાને પૂર્ણ રીતે સ્વર્ગાદિ ફળને આપનારાં છે.
જેઓએ “ઋણ સત્વરે છેદી નાખ્યું” એવી વાણી વણીની અંદર સત્ય કરી હતી, જેમનું સુવર્ણનું દાન વિદ્વાનોએ કલ્પવૃક્ષ વિગેરેના જેવું પણ કહેલું છે અને જેમણે કાંઈ પણ છેદન કર્યા વગર અદભુત રીતે સદ્વર્ણ નાશ કર્યો હતે, એવા નિર્મળ વાણીવાળા શ્રી વિમળનાથ પ્રભુ તમને સદા હેને માટે થાઓ. ઇતિ શ્રી તગણના નાયક શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય ભકારક શ્રી જ્ઞાનસાગરસૂરિના રચેલા શ્રીવિમળનાથ ચરિત્ર મહાકાવ્યને
દાનધર્માધિકારરૂપ પ્રથમ સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org