________________
દાન દેવા ઉપર રત્નચૂડની કથા. ગુણુના વિસ્તારવાળે એ હું દાતા અને ભજન એ બેનો યોગ પ્રાપ્ત થયો છે. હવે તેની અંદર મારા ચિત્તને સત્વર જો દઊં. હું આ પાત્રને દાન આપું કે જેથી ત્રણને વેગ " થાય. કારણ કે, દાતા દાન અને પાત્ર–એ ત્રણને વેગ ઘણે દુર્લભ છે. આવું ચિત્તમાં વિચારી તેણે તે મુનિને નિદાનનિયાણ રહિત થઈ તે દાન આપી દીધું. મુનિએ તે શુદ્ધ અન્ન જાણી તેના આગ્રહથી ગ્રહણ કરી લીધું. પેલી બે પડેશોએ ઘી તથા અન્ન દાનના અનુમોદનથી પુણ્ય ઉપાર્જન કર્યું, પણ તે બંનેને એક વખતે જાતિમદ્દ થઈ આવ્યું, દાનના પ્રભાવથી તે સ્થાવરના ઘરમાં કાંઇક દ્રવ્ય વિગેરેની પ્રાપ્તિ થઈ આવતાં તેણે ફરીવાર પણ પાત્રદાન આપ્યું હતું. હે રત્નાકરશેઠ, પછી તે સ્થાવર આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી વીને તમારે આ રત્નચૂડ પુત્ર થયું છે. પેલી જે બે પડોશણ સ્ત્રીઓ હતી, તે જાતિમદ કરવાચી, બે મહાવેશ્યા થઈ છે. પૂર્વના દાનના પુણ્યના પ્રભાવથી તે રચૂડને વિપત્તિને આશ્રય થતાં પણ સંપત્તિ થઈ છે. ધર્મના મહાસ્થી શું થતું નથી તેને માટે કહ્યું છે કે, “ધર્મથી સારા કુળમાં જન્મ શરીરે આરોગ્ય, સૌભાગ્ય આયુષ્ય અને બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી નિર્મળ યશ, વિદ્યા, અર્થ અને સંપત્તિ થાય છે. ધર્મ મોટા જંગલમાંથી અને મેટા ભયમાંથી સદા બચાવી લે છે. સમ્યફ પ્રકારે આરાધે ધર્મ સ્વર્ગ તથા મેક્ષને આપનાર થાય છે.”
બીજી રીતે આ રત્નચૂડની કથા ઉપર ઉપનય ઘટાવે છે.
હે રત્નાકરશેઠ, જે આ તમારે પુત્ર રત્નચંડ છે, તે સંસારી જીવ સમજવા, જે ઉપદેશ આપનારી વેશ્યા છે, તે સર્વ કર્મોની અંદર પ્રેરણ કરનારી કમપ્રકૃતિ સમજવી. જે રત્નચૂડનું વહાણ ઉપર ચડવું, તે જીવન ગર્ભવાસમાં પ્રવેશ જાણ. જે અનીતિનગરની પ્રાપ્તિ તે હનકુલમાં જન્મ સમજવો. જે સર્વસ્વને લઈ લેનારા ચાર ધૂર્તા વણિકે કહ્યા, તે ધર્મરૂપી દ્રવ્યને હરી લેનારા ક્રોધાદિક ચાર કષાયો જાણવા. જે પેલે પાદુકા કરનાર કારીગર તે રેગ સમજે. જે જુગારી હતી તે ષ સમજ. જે ચાર વાદ-વિવાદ કરનારા હતા, તે ચાર પ્રકારની વિકથા સમજવી. જે રઘંટા વેશ્યા હતી, તે પિતાની (ભવ્યજીવની) સારી બુદ્ધિ સમજવી અને જે યમઘંટા અક્કા તે કપટના સ્થાનરૂપ મિથ્યાષ્ટિ સમજવી. એવી રીતે એ સર્વ વૃત્તાંત અંતરંગરૂપે પણ સમજવાનું છે. એ રત્નચૂડરૂપ જીવને વિકટ એવી યમઘંટા રણ ઘંટાની દ્વારા સખીરૂપ બની જે સત્યમય થઈ હતી, તે પુર્વના પુણ્યના પ્રભાવથી જ થઈ હતી. કારણ કે, જીવને જે અનુકૂલ બુદ્ધિ ઉત્પન્ન થાય, તે તે મિથ્યાદિ હોય, તો પણ પ્રાયે કરીને સમ્યગદષ્ટિ થઈ જાય છે. તે પછી જીવ તે સર્વ જીવોને જીતી લઈ અને પુનઃ અનંતલક્ષ્મી પ્રાપ્ત કરી રત્નની જેમ વિશ્વમાં સન્માન્ય થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org