________________
પ્રથમ પ્રકાશ
૭૫ મરણનો નિવારક જોવામાં આવ્યો નહિ. તેથી તે વિશેષ ચિતા કરવા લાગ્યા. તે સમયે પેલા દેવતાએ રૂદ્ર દૃષ્ટિએ વિલેકીને કહ્યું : “કેમ હજુ સુધી મારા કહેલા કલોકનો અર્થ નથી જાણતા ? ” દેવદિએ ભય પામીને કહ્યું, “હું કાંઈ પણ જાણતો નથી.” પછી તે દેવતાએ તેને તેના પૂર્વભવનો બધે વૃત્તાંત કહી સંભળાવ્યા. અને પછી કહ્યું કે, “જો તું વ્રત ગ્રહણ કર તો તને છેડી. દઉં–આ મરણતકષ્ટમાંથી તારું રક્ષણ કરું.” તે સાંભળી દેવદિએ તે અંગીરાર કર્યું, પછી તે દેવતાએ દેવદ્ધિને ત્યાંથી ઉપાડી લેહીતાચાર્યની પાસે મૂકથા અને ત્યાં તેમણે જિનેશ્વર ભગવાનની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત થયેલા દેવદ્ધિઓ આગમનું પૂર્ણ જ્ઞાન સંપાદન કર્યું અને પિતે યથાર્થ ગીતાથ થયા. ગુરુની પાસે જેટલું પૂર્વશ્રત હતું તેટલું તેમણે ભણું લીધું. તે પછી તેઓ શ્રી કેશીગણધરના સંતાનિક દેવગુણ ગણુ પાસે આવ્યા અને તેમની પાસે પ્રથમ પૂર્વ અયુક્ત અને બીજું પૂર્વ માત્ર સૂત્રરૂપે ભણ્યા હતા. તેમના વિદ્યાગરુ સ્વગવાસી થયા પછી ગુરુ મહારાજાએ દેવદ્ધિને ગીતાથ જાણી પોતાની પાટે સ્થાપિત કર્યા અને તેમને ગણીપદ આપ્યું અને બીજા ગુરુએ તેમને ક્ષમાશ્રમણ પદ આપ્યું. ત્યારે મહાનુભાવ દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ, એ નામથી પ્રખ્યાત થયા હતા.
તે સમયે પાંચસો આચાર્ય વિદ્યમાન હતા, તેઓમાં દેવદ્ધિગણું ક્ષમાશ્રમણ યુગ પ્રધાનપદને ધારણ કરનારા કલિકાલ કેવલી, સવસિદ્ધાંતની વાંચના આપનારા અને જિનશાસનની પ્રભાવના કરનારા થયા હતા.
એક વખતે મહાનુભાવ દેવદ્ધિગણી શ્રી શત્રુંજય પર્વત ઉપર આવ્યા હતા. ત્યાં વજસ્વામીએ સ્થાપેલ શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાને નમી તેમણે શ્રી કવયક્ષની આરાધના કરી હતી. શ્રી કવયક્ષે પ્રત્યક્ષ થઈને દેવદ્ધિ ગણુને કહ્યું કે, “મારું શું કામ છે?” તે વખતે મહાનુભાવ દેવદ્ધિગણીએ કહ્યું, હે યક્ષદેવ હમણાં બાર વર્ષનો દુકાળ થયેલો છે. શ્રી દિલાસાયે મથુરામાં સિદ્ધાંતની વાંચના કરી, તો પણ ચાલતા સમયને અનુસાર મંદબુદ્ધિપણાથી સાધુઓ આગમેને વિસરી જાય છે, અને જશે. તેથી તમારી સહાયથી તે સિદ્ધાંતને તામ્રપત્ર ઉપર લખવાની મારી ઈચ્છા છે. તેમ કરવાથી જિનશાસનની ઉન્નતિ થશે. કારણ કે, મંદબુદ્ધિવાળા પુરુષો પણ પુસ્તકનું અવલંબન કરીને સુખે શાસ્ત્રાભ્યાસ કરી શકશે.”
દેવદ્ધિગણુના આ વચન સાંભળી તે યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો : “હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org