SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૬૧ જાણ એવા ધનશેઠની એક પુત્રીને તત્કાળ ત્યાં બોલાવી. તે શેઠપુત્રી ત્યાં આવી એટલે રાજાએ શ્વેતાંબર સંઘની સમક્ષ તેણીને પૂછયું : “બહેન તને ચૈત્યવંદન આવડે છે? તેણીએ કહ્યું : “સ્વામી ! તે મને સારી રીતે આવડે છે.” રાજાએ કહ્યું : “ત્યારે તું તે સરવર કહી સંભળાવ.” રાજાની આજ્ઞાથી તે બાળાએ અતિ ગંભીર સ્વરથી પ્રથમ સંપૂર્ણ ચૈત્યવંદન ત્યાં સુધી કહ્યું કે, જ્યાં સુધી નીચેની ગાથા બેલવામાં આવી. " अजितसेलसिहरे, दिखानाणं निसि हिया जस्स । તે ઘમ્મર , ગરિકનેમિ નામંaifમ ” I ? | આ ગાથા સુધી જ્યારે તે બાળા ચૈત્યવંદન બેલી, તે સાંભળી સવ પરિવાર સહિત રાજા વિક્રમનું હૃદય હર્ષથી ઉલ્લસિત થઈ ગયું. તત્કાળ તે પ્રસન્ન થઈ બોલ્યા: “આ શ્વેતાંબર સંઘ જ છે. નિશ્ચયથી આ તીર્થ તેનું જ છે.” રાજાના આ વચન સાંભળી હારી ગયેલે વરુણ શેઠ લોકોના મુખથી પોતાની નિંદા અને ધનશેઠની પ્રશંસા સાંભળતો કચવાતે મને પોતાનો સંઘ લઈ ચાલ્યા ગયા. અને પોતાને સ્થાને આવ્યું. ત્યારથી એ ગાથા ચૈત્યવંદનની અંદર અદ્યાપિ ગણાય છે. જોકે આ ગાથા અવિરતિ દેવતાએ રચેલી હોવાથી વિરતીવોને ભણવી અયુક્ત છે, તે પણ તે શાસનની ઉન્નતિની હેતુરૂપ છે, તેથી પૂર્વાચાર્યોએ-ગીતાથ પંડિતાએ તેનો નિષેધ કરેલ નથી; તેથી સજ્જન ભવિજનોએ તે અવશ્ય ભણવા યોગ્ય છે. તેમ વળી તેવા પૂર્વાચાર્યોના આચરણને જે અન્યથા કરે છે, તેને આગમને વિષે દંડ આપ કહ્યો છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ સુયગડાંગ સૂત્રની નિયુક્તિમાં તથા અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે "आयरियपरंपरएण आगयं जो उच्छेयबुद्धिए कोविय इच्छे य वाइजमालिनाસંતનશિહિ” ? | - આચાર્યની પરંપરાએ આવેલાનો જે ઉછેદ કરે છે, તે જમાલિની પેઠે અનેક દુઃખને સહન કરે છે.” (૧). તે પછી જનો વિજય થયો છે, એવા તે ધનશેઠને વિક્રમ રાજાએ સારો સત્કાર કર્યો અને ઘણું સન્માન આપી તેને વિદાય કર્યો. પછી ધનશેઠ પોતાના સંઘની સાથે ફરીવાર ગિરનાર પર્વત ઉપર આવ્યો અને ત્યાં શ્રી નેમિપ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy