SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ શ્રી આત્મપ્રબોધ તેને દેવતાઓએ મુનિવેશ અપણ કર્યો. પછી મંત્રી વાકે ગૃહનો ત્યાગ કરી શુદ્ધ અનગાર થઈ બીજે સ્થળે વિહાર કર્યો. અનુક્રમે ચિરકાળ સંયમ પાળતાં તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી તે વાર્તાકનગરને વિષે જ દેહત્યાગ કરી તે મોક્ષે ગયા. તે મંત્રીનો સુબુદ્ધિ નામે પુત્ર હતો. પિતાના નેહે કરીને તેનું હૃદય પુરાઈ ગયું. પછી તે પિતૃવત્સલ પુત્ર એક રમણીય દેરાસર કરાવી તેમાં રજોહરણ તથા મુહપત્તિરૂપ પરિગ્રહને ઘરનારી પિતાની પ્રતિમા રચાવી સ્થાપિત કરી અને તેની પાસે એક દાનશાળા ઉઘાડી. આ સાધર્મિચૈત્ય કહેવાય છે. એ રીતે ચૈત્યના પાંચ ભેદ કહેલા છે. ઉપર કહેલા ચેત્યના ભેદોમાં ભક્તિકૃત વગેરે ચાર પ્રકારના ચૈત્યોની અંદર કૃત્રિમપણું છે, તેથી તેમાં ન્યૂનાધિક ભાવનો સંભવ હોય છે, માટે તેમની સંખ્યાને નિયમ નથી એટલે જે કૃત્રિમ જિનભુવન છે, તેને શ્રાવકે ભક્તિને અથે કરે છે. તે અશાશ્વતા જિનભુવન કહેવાય છે તે જિનભુવને કાંઈક વધારે અને કાંઈક ઓછા હોય છે, તેથી તેમની સંખ્યાનો નિયમ હોઈ શકતો નથી. અને જે શાશ્વતા જિનચૈત્ય છે, તેમનું નિત્યપણું છે, માટે તેમની સંખ્યા હોઈ શકે છે તે કારણ માટે આ ત્રિભુવનને વિષે શાશ્વતજિન સંબંધી દેવકુળના બિબેની સંખ્યા ચૈત્યવંદનની અંતર્ગત રહેલ “કસ્મભૂમિ' ઇત્યાદિ ગાથાને અનુસારે કહેવામાં આવે છે તે ગાથા નીચે પ્રમાણે છે. " सत्ताणवई सहस्सा लक्खा छप्पन अठकोडिओ। चउसय छायासिया तिलुके चेइए वंदे ।। १ ।। वंदे नवकोडिसयं पणवीसं कोडितेवन्ना । ગઢવી સદ્દસ વરસ કટ્ટાસિયા પરિમા” | ૨ // આઠ કોડ, છપન્ન લાખ, સત્તાણુહજાર, ચારને ક્યાશી, એટલા જિનચૈત્ય ત્રણ લેકને વિષે છે તેમને હું નમસ્કાર કરું છું. તથા નવસો પચવીસ કેડ ત્રેપનલાખ. અઠ્યાવીસ હજાર, ચાર અઠ્યાસી એટલા જિનબિંબ ત્રણલોકને વિષે છે, તેમને હું નમસ્કાર કરૂં છું. હવે ત્રણ ભુવનને વિષે કહેલા પ્રમાણની શાશ્વત જિનભુવન તથા જિનબિબેની જે સંખ્યા છે, તે કહે છે. તેમાં અલેક પાતાળને વિષે દક્ષિણ અને ૧. આ પ્રમાણે ખરતરગચ્છવાળા માને છે, તપગચ્છાદિક તો પ્રતિક્રમણ સૂત્રમાં છપાયેલ ગાથાઓ જ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy