________________
૩૫
પ્રથમ પ્રકાશ ઉત્તર દિશાના વિભાગે રહેલા ભુવનપતિના દશ નિકાયને વિષે સર્વ સંખ્યા સાતકોટી અને બેંતેર લાખ ભુવનો છે. તે દરેક ભુવનને વિષે એક એક ચૈત્યનો સદભાવ હોઈને શાશ્વત જિનચે પણ તેટલા જ છે. તે ચૈત્યને વિષે રહેલા જિનબિંબની સર્વસંખ્યા આઠ ને તેત્રીસમેટી અને બોતેર લાખની છે. તે દરેક ચૈત્યને વિષે એકસને આઠ જિનપ્રતિમાને સદ્દભાવ હોઈને ઉપર પ્રમાણે જિનબિંબ છે.
હવે તીર્થાલેકને વિષે અને પાંચ મેરૂને વિષે પંચાશી ચૈત્યે કેવી રીતે છે? તે કહે છે. તે પ્રત્યેક મેરૂમાં ચાર ચાર વન છે તે દરેક વનને વિષે ચારે દિશાએ ચાર ચાર ચૈત્ય છે. તે દરેક મેરૂને એક એક ચૂલિકા છે, તે ઉપર એકેક ચૈત્ય એમ એક એક મેરૂને વિષે સત્તર-સત્તર ચત્ય છે, એટલે તે પાંચે મેરૂનાં સવ મળીને પંચાશી ચૈત્ય થાય છે. તથા તે દરેક મેરૂની વિદિશામાં ચારચાર ગજદંતા પવત મળી વીશ ગજદંતા પર્વત છે. અને તેની ઉપર વીશ ચૈત્ય તથા પાંચ પાંચ દેવકુરુ અને ઉત્તરકુરને વિષે આવેલા જંબૂ શાહ્મલિ પ્રમુખ દસ વૃક્ષની અંદર દસ ચિત્ય છે. પ્રત્યેક મહાવિદેહને વિષે સોળ સેળને સદ્દભાવ હોવાથી એંશી વખારા પર્વતો છે તે ઉપર એંશી ચૈત્યો છે, તથા દરેક મહાવિદેહ પ્રત્યે બત્રીસ-બત્રીસ અને ભરત એરવતમાં એક એકને સદભાવ હોવાથી ત્રીસ વિજય થાય અને તેમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને મહાવિદેહના એકસો આઠ એમ કુલ એકસિત્તેર વિજય થાય છે. તે પ્રત્યેકમાં એકએક દીર્ધ વૈતાઢચ પર્વત છે તે દરેક પર્વત ઉપર એકએક ચૈત્ય હોવાથી એકસેને સિત્તેર ચૈત્ય છે. જબૂદ્વીપમાં છે અને ધાતકીખંડ તથા પુષ્કરાદ્ધને વિષે બાર બાર થઈને ગ્રીસ કુલગિરિ પર્વત છે, તેમની ઉપર ત્રીસ ચે છે. ધાતકીખંડ અને પુષ્કરાદ્ધ બંનેમાં બેબે ઈક્ષકાર પર્વતમાં ચાર ચે છે. અઢી દ્વિીપની મર્યાદા કરનાર સમયક્ષેત્રરૂપ માનુષીત્તર પવનને વિષે ચાર દિશાઓમાં ચાર ચે છે. તથા આઠમા નંદીશ્વરદ્વીપમાં બાવન ચેર્યો છે તે આ પ્રમાણે -પૂર્વ દિશાએ આવેલા નંદીશ્વરના મધ્યભાગે અંજનના જેવા વણવાળા અંજનગિરિ છે. તેની ચાર દિશાએ ચાર વાવ્યો છે. તે વાવ્યના મધ્યભાગે શ્વેતવર્ણના ચાર દધિમુખ પર્વત છે. ચાર વિદિશામાં બબેને સદભાવ હોવાથી રક્તવણના આઠ રતિકર પર્વત છે. તે આઠ, ચાર અને એક એમ મળીને પૂર્વદિશાએ તેર પર્વત થયા, તે તેર પર્વત ઉપર તેર ચે છે. તેવી રીતે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર–એ ત્રણે દિશાએ કહેલા નામ પ્રમાણે તેર તેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org