SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૨૫ ચિત્રસભા કરાવો.” રાજાની આજ્ઞા થતાં જ મંત્રીએ તે આજ્ઞા શિર પર ચડાવી દીધી. વિસ્તારવાળી અને મનોહર વિવિધ પ્રકારની રચનાથી સુશોભિત એક મોટી સભા તૈયાર કરાવી, તે પછી રાજાએ વિમલ અને પ્રભાસ નામના બે ચિત્રકારોને બોલાવીને કહ્યું—“ચિત્રકારે ! તમે બંને ચિત્રના કામમાં નિપુણ છે, માટે એક આ સભાને ચિત્રવાળી કરે. તેમાં સભાને અર્ધભાગ વિમલ ચિતરે અને અર્ધભાગ પ્રભાસ ચિતરે” એમ કહી તેમને અર્ધઅધ ભાગ વહેચી આપે, પછી તેની મધ્ય ભાગે એક પડદો બાંધી રાજાએ તેમને સૂચના આપી કે તમારે કોઈ કોઈના ચિત્રા જેવા નહીં, તમે પ્રત્યેક તમારી બુદ્ધિ પ્રમાણે તેમાં ચિત્રકામ કરે.” રાજાની આવી આજ્ઞા થતાં તે બંને ચિત્રકારે એક બીજાની સ્પર્ધાથી પિત પિતાના ભાગમાં ચિત્રકામ કરવા લાગ્યા, એવી રીતે ચિત્રકામ કરતાં તેમને છ માસ વિતી ગયાં. તે પછી ચિત્રકામ જેવાને આતુર એવા રાજાએ તે બંનેની પાસે આવી ચિત્રકામ પૂર્ણ કરવા માટે પૂછયું, આ વખતે વિમલે કહ્યું. સ્વામી ! મેં મારો ભાગ પૂર્ણ કર્યો છે, તે આપ જો.” રાજાએ તેમાં પ્રવેશ કરી જોયું. ત્યાં વિચિત્ર પ્રકારના ચિત્રોથી અદ્દભુત એવા તે ભમિ ભાગને જોઈને રાજા સંતુષ્ટ થયે. તત્કાળ રાજાએ વિમલને ઘણું દ્રવ્ય તથા વસ્ત્રાદિકનું ઈનામ આપી તેની ઉપર મહાન પ્રસાદ કર્યો. તે પછી રાજાએ પ્રભાસને પૂછયું, ત્યારે પ્રભાસે કહ્યું કે “મેં તે હજુ ચિત્રને આરંભ પણ કર્યો નથી, માત્ર હજુ ભૂમિ સંસ્કાર કર્યો છે. એટલે ચિતરવાની ભૂમિને શુદ્ધ કરી છે. કારણ જે ભૂમિને બરાબર શુદ્ધ કરી હોય તે તે પર ચિતાર કામ ઘણું જ શોભી ઉઠે છે. પછી રાજાએ તે ભમિ-સંસ્કાર કે કર્યો હશે તે જોવાને માટે વચમાં રાખેલા પડદાને દૂર કરાવ્યા. તેવામાં તે ભૂમિની અંદર ઘણું રમણીય ચિત્રકામ થયેલું જોવામાં આવ્યું, તે જોઈ રાજાએ કહ્યું-“અરે પ્રભાસ ! તું શું અમને પણ ઠગે છે? અહીં તો સાક્ષાત્ ચિત્રકામ દેખાય છે. પ્રભાસે કહ્યું – “મહારાજ ! એ સાક્ષાત્ ચિત્રો નથી પણ આ સામેના ભાગના ચિત્રોના પ્રતિબિંબનો સંક્રમ થયેલ છે. તેના આ વચન સાંભળી રાજાએ ફરીવાર તે પડદો બંધાવ્યો, એટલે માત્ર એકલી ભૂમિ જોવામાં આવી. આથી રાજાએ વિસ્મય પામી પૂછયું : ચિત્રકાર ! તેં આવા ભારે સંસ્કારવાળી ભૂમિ કેમ રચી ? ” પ્રભાસ બેલ્યો, સ્વામી! આવી ઉજ્જવળ ભૂમિ ઉપર ચિત્રકામ ઘણું સરસ થાય છે, ચિતરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy