SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ ચતુર્થ પ્રકાશ “તે સિદ્ધ ભગવાને અલોકે કરીને- કેવળ આકાશરૂપે કરીને ખલના પામ્યા એટલે સિદ્ધના છો અલેકમાં ધર્માસ્તિકાયાદિકનો અભાવ હોવાથી તેનું જે સમીપવર્તીપણું, તે જ અહીં તેમનું ખલન છે, પણ સંબંધ છતાં તેમને વિધાત (રકવાપણું) નથી, કારણકે તેમને રોકવાપણાનો અભાવ છે. તેમ વળી પંચાસ્તિકાયરૂપ જે લેક તેના છેલ્લા અગ્રભાગના મસ્તક ઉપર તે રહેલા છે અને ફરી પાછું સંસારમાં આવવું નથી, એવી સ્થિતિએ રહેલા છે તથા આ મનુષ્યલોકમાં શરીરને ત્યાગ કરી ત્યાં લોકાગ્રને વિષે સમયાંતર અને પ્રદેશતરને અણફરસી ગતિવડે જઈને સિદ્ધ જ રહે છે અને ત્યાં નિષ્કિતાથ (સવ અર્થથી પરિપૂર્ણ થાય છે. અહીં શંકા કરે છે કે- સિદ્ધ ને કર્મ રહિતપણું હોવાથી તેમને ગતિ થવી કેમ સંભવે? તેના ઉત્તરમાં કહેવાનું કે- એવી શંકા કરવી નહીં. કારણ કે- પૂર્વ પ્રાગ અને ગતિ પરિણામથી તેમને ગતિ થવાનો સંભવ છે. તેને માટે ભગવતીઅંગમાં આ પ્રમાણે કહેલું છે "कहणं भंते ! अकम्मस्स गइपण्णायमिति गोयमा! निस्संगताए निरंगणताए गतिपरिणामेण बंधण छेयणताए निरिंधणताए पुव्वपयोगेणं अकम्मगई पं"॥ શ્રી ગૌતમસ્વામી શ્રી વિરપ્રભુને પૂછે છે કે-“હે ભગવન્! અકમને ગતિ કેવા પ્રકારે થાય ? ” ભગવાન કહે છે કે નિઃસંગપણે એટલે કર્મરૂપી મલને નાશ હોવાથી, નરેગપણે એટલે મેહને વિનાશ હોવાથી, ગતિ પરિણામે એટલે તુંબડીના ફળની જેમ ગતિના સ્વભાવ વડે, કમના બંધનને છેદવા વડે એટલે એરંડીના ફળની જેમ નિરિધનપણે એટલે કમરૂપી ઈંધણાથી ધૂમાડાની જેમ મૂકાવવા વડે, પૂર્વના પ્રયોગ કરીને એટલે સકમતાને વિષે ગતિપરિણામવાળા બાણની જેમ અકર્મવંતને પણ ગતિ જણાય છે. આ પ્રકારે વિશેષપણે તુ બીફલને દષ્ટાંતથી યેજના સૂત્રથી જાણી લેવી. તે સ્થલે ગયેલા સિદ્ધભગવાનને જે સંસ્થાનનું પ્રમાણ છે તે બતાવે છે – ___“दीहं वा हस्सं वा जं चरिमं भवेज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ॥ १ ॥" પાંચસે ધનુષ્ય પ્રમાણ દીર્ઘ, બે હાથ પ્રમાણ હ્રસ્વ, વા શબ્દથી મધ્યમ અથવા વિચિત્ર પ્રકારનું જે છેલ્લા ભવમાં શરીરનું સંસ્થાન હોય તે સંસ્થાનથી ત્રીજે ભાગે હીન એટલે મુખ ઉદર આદિ છિદ્રો પૂરાતાં ત્રીજે ભાગે ન્યૂન એવી સિદ્ધના જીવોની અવગાહના શ્રી તીર્થકર ભગવાને કહેલ છે.” ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy