________________
૩૫૪
શ્રી આત્મપ્રબોધ પિતાની પુત્રી રત્નપતીને તેની સાથે પરણાવી. પછી જયદેવ તે કન્યા તથા બહુ પરિવાર સહિત પોતાના વતન હસ્તિનાપુરમાં આવ્યો અને તેણે પિતાના માતાપિતાના ચરણમાં વંદના કરી. પોતાના પુત્રને આવો સમૃદ્ધિમાન જોઈ તે માતાપિતા આનંદિત થઈ તેની ભારે પ્રશંસા કરવા લાગ્યા. સ્વજનોએ જયદેવનું બહુ સન્માન કર્યું અને બીજા કે તેની સ્તુતિ કરવા લાગ્યા. અને જયદેવ ચાવજીવિત સુખી થયે.
આ પ્રમાણે ધર્મરત્નની પ્રાપ્તિમાં જયદેવ અને પશુપાલનો વૃત્તાંત કહેવાયો. તે ઉપનયરૂપે જાણવો. એવી રીતે પ્રસંગ પ્રાપ્ત થયેલ છદ્મસ્થાશ્રિત એવું સર્વ વિરતિનું સ્વરૂપ કહેલું છે.
" इत्थं स्वरूपं परमात्मरूप - निरूपकं चित्रगुणं पवित्रम् ।
सुसाधुधर्म परिग्रह्य भव्या भजन्तु दिव्यं सुखमक्षयं च ॥१॥" આવા સ્વરૂપવાળા, પરમાત્મરૂપને નિરૂપણ કરનારા, વિચિત્ર ગુણવાળા, અને પવિત્ર એવા ઉત્તમ સાધુ ધર્મને ગ્રહણ કરી ભવ્ય પ્રાણીઓ દિવ્ય અને અક્ષયસુખને ભજે.” ૧
"प्राक्तनसद्ग्रंथानां पद्धतिमाश्रित्य वर्णितोऽत्रमया ।
साध्वाचारविचारः शुद्धो निज आत्मशुद्धिकृते ॥ २॥" પૂર્વને સદગ્રંથોની પદ્ધતિને આશ્રી મારા પિતાના આત્માની શુદ્ધિને માટે મેં અહીં શુદ્ધ એ સાધુને આચાર વર્ણન કરેલો છે. એ પ્રકારે શ્રીમાન્ ખરતરગચ્છના અધિરાજ શ્રી જિનભક્તસૂરીંદ્રના ચરણારાધક શ્રી જિનલાભસૂરિએ રચેલા આ આત્મપ્રબોધ ગ્રંથને સંક્ષિપ્ત
સર્વવિરતિ નામને ત્રીજો પ્રકાશ સંપૂર્ણ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org