SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ શ્રી આત્મપ્રબંધ તે જીવને આશ્રીને રહેલ શુક્ર અને શેણિત દ્રવ્ય સાત દિવસ સુધી કલલ રૂપે હોય છે અને સાત દિવસ પરપોટારૂપે રહે છે, તે પછી પહેલે માસે “કપલ” એવા પ્રમાણની માંસની પેશીરૂપ બને છે. બીજે માસે તે નિવિડ માંસપિંડિકા થાય છે, ત્રીજે માસે તે માતાને દેહદ ઉત્પન્ન કરે છે. ચોથે માસે માતાના અંગને પીડા ઉત્પન્ન કરે છે. પાંચમે માસે તે જીવની માંસપિડિકામાંથી અંકુરાની પેઠે બે હાથ, બે પગ અને મસ્તક–એમ પાંચ અવયવ નિષ્પન્ન કરે છે. છઠે માસ પિત્ત અને શેણિતને બનાવે છે. સાતમે માસે સાતસે નસે, પાંચસો માંસપેશી, નવધમની, નાડી-વિશેષ અને સાડાત્રણ કેટી રોમરાજી નિષ્પાદન કરે છે. આઠમે માસે લગાર ઉણે ઉત્પન્ન કરે છે અને નવમે માસે સુનિષ્પન્ન સર્વ અંગે પાંગવાલે જીવ બની જાય છે. તે ગર્ભાવસ્થામાં માતાના જીવની રસ હરનારી અને સંતતિના જીવની રસ હરનારી બે બે નાડીઓ હોય છે, તેમાં પહેલી માતાના જીવની સાથે બંધાએલ છતાં સંતાનના જીવને સ્પશેલી છે, તેથી સંતાનને જીવ માતાએ ભેગવાતા અનેક પ્રકારના રસવિગયનો એક દેશે કરીને જ આહારને ગ્રહણ કરે છે. બીજી નાડી જે સંતતિના જીવની સાથે બંધાએલ તે માતાના જીવને સ્પશેલી છે, તે નાડી વડે જીવ પિતાના શરીરને વૃદ્ધિ પમાડે છે, પરંતુ તે અવસ્થામાં તે કવલ આહારને ગ્રહણ કરતો નથી, તેથી તેને ઉચ્ચાર (ઝાડ) તથી પ્રસવણ (મૂત્ર) સંભવતા નથી, તેમ વળી તે જીવ જે આહાર દ્રવ્ય ગ્રહણ કરે છે, તે પોતાની શ્રોત્રાદિક ઇંદ્રિય અને અસ્થિ, મજ્જા, કેશ, રોમ અને નખપણે પરિણમે છે. તે ગર્ભમાં રહેલે જીવ માતાના શયન વખતે સુઈ જાય છે અને માતાની જાગૃત અવસ્થામાં જાગે છે. માતા સુખી એટલે તે પણ સુખી હોય છે. એવી રીતે કમના ઉદયથી જીવ ઉત્કૃષ્ટ અંધકારમાં અશુચિ ભરેલા ગભસ્થાનમાં મહાદુઃખ અનુભવતે રહે છે. જ્યારે નવમાસ અતીત થતાં તે પુરુષ, સ્ત્રી, નપુંસક અને બિબ એ ચારમાં હરકોઈ રૂપે પ્રસવાય છે. જે શુક અલ્પ હોય અને શેણિત વિશેષ હોય તો સ્ત્રી, શુક વિશેષ અને શેણિત અલ્પ હોય તે પુરુષ અને શુક્ર અને શેણિત સમાન હોય તે નપુંસક જન્મે છે. જે કેવલ શેણિતને જ યોગ હોય તો માસના પિંડરૂપ બિબ પ્રગટે છે. વળી કેાઈ પ્રાણી માતાના ઉદરમાં ઉત્પન્ન થયેલું હોય પરંતુ ઘણું પાપે કરીને પરાભૂત થયેલો હોય તે તે વાત તથા પિત્તાદિકે દુષિત થયેલો અથવા દેવતાદિકે સ્તભિત કરેલ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy