SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ તૃતીય પ્રકાશ ૧ અનંતભવ ભમવાપણે કરી જેમાં કમને અનુબંધ થાય, તે અનંતાનુબંધી કહેવાય છે. તેવા અનંતાનુબંધી ક્રોધાદિકના ઉદયથી જ સમ્યકત્વને પામતા નથી, અથવા પામે તો તેઓ સમ્યકૃત્વને વમી નાંખે છે. ૨ જેને સર્વથા વિરતિરૂપ પ્રત્યાખ્યાન નથી તે અપ્રત્યાખ્યાન કહેવાય છે. તેવા અપ્રત્યાખ્યાન ક્રોધાદિકના ઉદયથી સમ્યકૃત્વ પામેલા હોય તે પણ તેવા છોને દેશવિરતિના પરિણામ થતા નથી અને થતા હોય તે અવશ્ય નાશ પામે છે. ૩ પ્રત્યાખ્યાનને આવરે તે પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. તેના ઉદયથી વો સર્વવિરતિના પરિણામને પામતા નથી અને જે પામ્યા હોય તો તેનો વિનાશ થઈ જાય છે. અહિં દેશવિરતિને નિષેધ નથી. ૪ જે જરા બાળે એટલે પરિષહ ઉપસર્ગો આવી પડતાં સાધુઓને પણ ઔદયિકભાવમાં લાવે તે સંજવલન કહેવાય છે. તેના ઉદયથી જીવને યથાખ્યાત ચારિત્ર હેતું નથી, પરંતુ તેને ચારિત્રના બીજા ભેદ થવાનો સંભવ છે. આ અનંતાનુબંધી આદિ કષાયે અનુક્રમે યાવજીવ, વર્ષ, ચાર માસ અને પક્ષ સુધીની સ્થિતિવાળા છે. અનુક્રમે ૧ નરક, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય અને ૪ દેવગતિને આપનાર છે. અગીયારમા ગુણઠાણાના અગ્રભાગે આરૂઢ થયેલા સાધુને પાડી દઈ ફરીથી મિથ્યાત્વરૂપ અંધ કૂવામાં ફેકનારા છે. શુદ્ધ આત્મગુણના ઘાતક છે અને સર્વ અનર્થના મૂલ છે, માટે બુદ્ધિમાન ઉત્તમપુરુષોએ તેમનો સર્વથા વિશ્વાસ ન કરે, તેમનો નિગ્રહ કરવામાં જ ઉદ્યમ કરો. તેને માટે કહ્યું છે કે "जाजीव वरिस चउमास पक्खगा नस्य तिरिय नर अमरा । सम्माणु सव्वविरइ, अहक्खाय चरित्तघायकरा ॥ १ ॥" "जइ उवसंतकसाओ, लहइ अणंत पुणोवि पडिवायं । न हुते विससियव्वं, थोवेवि कसायसेसंमि ॥ २ ॥" આ બે ગાથાનો ભાવાર્થ ઉપર દર્શાવેલ છે, તેમાં બીજી ગાથાના ચેથા પદનો અર્થ એ છે કે-“ડામાં થોડો પણ કષાય હોય તેને પણ વિશ્વાસ ન કરવો. વળી પણ કહ્યું છે, કે "तत्तमिणं सारमिण, दुवालसंगीइ एस भावस्थो । जे भवभमण सहाया, इमे कसाया चइज्जति ॥ १॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy