________________
१४
શ્રી આત્મપ્રબંધ
"दुन्निवि विसयासत्ता दुन्निवि धणधनसंगहसमेआ ।
સીસ સમોસા તારિણે મળશું છે ” ? “ગુરુ અને શિષ્ય બન્ને વિષયમાં આસક્ત છે. બન્ને ધન તથા ધાન્યના સંગ્રહથી યુક્ત છે, તેથી બંને સરખા દોષવાળા છે, તો તેમાં કોણ કોને તારે ?
કદિ કહેશે કે તાપસ વગેરેને શા માટે ગુરુ ન કહેવાય ? કારણ કે, તેઓ સંયમી અને નિસંગી અને જંગલમાં રહેનાર છે. વળી તેઓ ફૂલ-ફલાદિક ખાનારા છે. પણ તેમને ગુરુ કહેવા ચોગ્ય નથી, કારણ કે તેમને સમ્યક પ્રકારે જીવના સ્વરૂપને બેધ હોતું નથી, તેમ જ તેમનામાં સ્નાન વગેરેનું આરંભપણું રહેલ છે. તેથી છકાયના પાલક સાધુ જ મારા ગુરુ છે, એમ સિદ્ધ થાય છે. તેમ સર્વજ્ઞ, અને કેવળજ્ઞાનીએ પ્રરૂપેલ ધર્મ જ શ્રેષ્ઠ છે, તે એક્ષપદને આપનાર છે, બીજા અન્ય ધર્મો મોક્ષપદને આપનારા નથી, તેથી તે ધર્મો સવંશના ધર્મ છે, એમ કહેવું નહીં, અને તેમના દેવ તથા ગુરુને સર્વજ્ઞ ન કહેવા, કારણ કે એક મૂર્તિપણે જે અવિરૂદ્ધધમનું ભાષણ કરવું. તે સર્વ રીતે અયોગ્ય છે. જે ધર્મના વ્યાખ્યાનમાં અનેક પ્રકારના જુદા જુદા વિરૂદ્ધ કથન આવે તે ધર્મનું મૂળ કહેવાય નહિ. જેનધર્મના આગમમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં અરિહંત ભગવાનનું કથન એક જ પ્રકારનું આવે છે તેથી તે ધર્મ માનવાને યોગ્ય છે.
જ્યાં મોક્ષમાર્ગના હેતુમાં વિરૂદ્ધ કથન આવે ત્યાં ધમ રહેવાનો સંભવ નથી કારણ, “એક કહે આમ કરવું ને એક કહે તેથી વિપરીત કરવું. તેથી આચરનારને કરવું તે વિષે ભવ્ય પ્રાણી શકા–આશંકામાં પડી જાય છે. અને શંકા વગેરેથી ધર્મ વિમુક્તતાના હેતુ પ્રગટ થાય છે, જેમ કે વિષ્ણુનાં મતમાં આ સૃષ્ટિ વિષ્ણુમૂળ છે, એમ કહે છે અને શૈવમતમાં આ સૃષ્ટિ શિવમૂળ છે, એમ માને છે, તેમ જ શુદ્ધિની બાબતમાં પણ એક જલે કરી શુદ્ધિ માને છે, અને એક રક્ષાવડે શુદ્ધિ માને છે. મોક્ષની બાબતમાં એક આત્માના લયે કરી પ્રેક્ષ માને છે અને એક નવગુણને ઉછેદ થાય, ત્યારે મેલ માને છે. વળી તેમાં દેવતાઓ પાછળથી ઉચ્છેદ કરનારા. વરદાન આપનારા અને સાંસારિક રીતિમાં વર્તનારા હોય છે, તેથી તેઓ સર્વજ્ઞપણને ચગ્ય શી રીતે થાય? ન જ થાય.
તે માટે તેમના પ્રરૂપેલો ધર્મ પ્રમાણભૂત નથી. જેમ અનેક માણસો “અમે, આ, તે, તેઓ, એમ પોતાની મેળે ધર્મ કહે તે પ્રમાણભૂત ગણાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org