SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ३०७ તૃતીય પ્રકાશ ૨ તેમ ત્રિવિધ ત્રિવિધ ભાંગાએ કરી રાગ, દ્વેષ, કીધ, માન, માયા, લાભ, હાસ્ય અને કલહાદિકે કરી પ્રાણાતે પણ મૃષાવાદ બેલે નહીં. તે મૃષાવાદ ચાર પ્રકારે છે. ૧ સદભાવનિષેધ, ૨ અસદભાવ ઉદ્દભાવન, ૩ અર્થાતર અભિધાન અને ૪ ગëવચન. પહેલા ભેદમાં આત્મા નથી ઈત્યાદિ માનવું. બીજામાં શ્યામાક નામે ધાન્ય અથવા ચેખા જેટલે અથવા લલાટને વિષે રહેલે આત્મા છે તેમ માનવું. ત્રીજા ભેદને વિષે ગવાદિકને અધાદિકના શબ્દ કહેવા તે અને ચોથા ભેદમાં કાણને કારણે કહી બેલાવો તે. ૩ ચારિત્રવંત સાધુ ઉપયોગવંત થઈ ત્રિવિધ ત્રિવિધ ભાગે કરી. ૧ જીવઅદત્ત, ૨ તીર્થકર અદત્ત, ૩ સ્વામિઅદત્ત અને ૪ ગુરુ અદત્ત એવી વસ્તુ પણ ન ગ્રહણ કરે. [૧] જે જીવઅદત્ત છે તે સચિત્ત કહેવાય છે. તે પોતાના વિનાશની શંકા કરતા વડે પિતે આશ્રય કરેલ શરીરનું અર્પણ ન કરેલ હોવાથી જે સચિત્તને ગ્રહણ કરે તે જીવઅદત્ત કહેવાય છે. શિષ્યને બલાત્કારે દીક્ષા આપવી તે જીવઅદત્ત કહેવાય છે. [૨] અચિત્ત હોય તે પણ જેને માટે તીર્થંકરની આજ્ઞા ન હોય, એવા સુવર્ણાદિકને ગ્રહણ કરવું તે તીર્થકર અદત્ત કહેવાય છે. [૩] તીર્થંકર પ્રભુએ આશા આપ્યા છતાં જે વસ્તુ તેના સ્વામીએધણુએ ન આપી છતાં ગ્રહણ કરવામાં આવે તે સ્વામિઅદત્ત કહેવાય છે. [૪] ધણીએ આજ્ઞા આપી છતાં કઈ કારણને લઈને જે વસ્તુ ગુએ નિષેધેલી હોય, જેમકે-“હે મુનિ ! તું આ વસ્તુ ગ્રહણ કરીશ નહીં. તે છતાં લેભાદિકને વશ થઈ ગ્રહણ કરે તો તે ગુરુઅદત્ત કહેવાય છે, અથવા ગુરુના કહ્યા સિવાય જે ભેજનાદિક ભેગવવાં તે પણ ગુરુઅદત્ત કહેવાય છે. ૪ સાધુ અઢાર પ્રકારનું મિથુન સેવે નહીં. તેમાં ઔદારિક શરીર સંબંધી મૈથુન મને કરી સેવે નહીં, બીજાને સેવવામાં પ્રેરણા કરે નહીં અને બીજા સેવનારને સારા જાણે નહીં એમ ત્રણ ભેદ થાય છે. તેવી રીતે વચને કરીને અને કાયાએ કરીને એમ બધા મળી નવ ભેદે થાય છે. એવી રીતે ઔદારિકે કરી જેમ નવ ભેદો થાય, તેમ ક્રિયવડે પણ મૈથુનના નવ ભેદ થતાં સર્વ મળી મૈથુનના અઢાર ભેદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy