________________
૨૩
તૃતીય પ્રકાશ નંદીષેણ વસુદેવના પૂર્વ ભવના જીવ છે, તે અતિ કુરૂપપણાથી સ્ત્રીવડે અનાદર કરાતાં મનને વિષે અત્યંત દુઃખ પામતા અવિવેકથી પણ અવિનાશી વૈરાગ્યને પામેલા હતા. ૧-૨
દશ પ્રકારને યતિધર્મ "खती मद्दव अज्जव मुत्ती तव संजमे य बोधव्वे । .
सच्चं सोयं आकिं-चणं च बंभं च जइधम्मो ॥१॥" ૧ ક્ષાંતિ એટલે સર્વથા કેધને પરિત્યાગ, ૨ મૃદુતા-સવથા માનનો ત્યાગ, ૩ સરલતા–સર્વથા કપટવૃત્તિનો ત્યાગ, ૪ નિર્લોભતા–સર્વથા લેભનો ત્યાગ, એથી મુનિઓએ પ્રથમ ચાર કષાયને જય કરવો એમ સૂચવ્યું છે. કષા ઉભયલોકમાં પ્રાણીઓના સ્વાર્થનો વિનાશ કરનાર છે. કહ્યું છે કે
“कोहो पीई पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासओ ॥१॥ कोहो नाम मणुसस्स, देहाओ जायए रिउ । जेण च्चयंति मित्ताइ, धम्मो य परिभस्सई ॥२॥ नासियगुरूवएस विज्जाअहलत्तकारणमसेस । कुग्गहगयआलाणं को सेवइ सुव्वओ माणं ॥३॥ कुडिलगइ कूरमइ सयाचरणवज्जिओ मलिणो । मायाइ नरो भुअगव्य दिट्टमित्तो वि भयजणओ ॥४॥ किच्चाकिच्चविवेयं, हणइ जो सया विडंबणाहेउं । .
तं किर लोहविसाय, को धीम सेवए लोए ॥५॥" કેધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયભંજક છે, માયા મિત્રોને વિનાશ કરનારી છે અને લેભ સવ વિનાશ ઉત્પન્ન કરનાર છે. ૧ | કોળે મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થયેલો શત્રુ છે, જેના સદભાવથી મિત્રો (સંગ) તજી દે છે અને ધમ દૂર થાય છે. ૨
જેણે ગુરુના ઉપદેશ ગ્રહણને વિનાશ કરેલો છે, જે સમસ્ત વિદ્યાને નિષ્કલ કરવાને કારણભૂત છે, જે કુગ્રહરૂપ હસ્તીને બાંધવાનું સ્થાન છે તેવા માનને કોણે સદાચરણ પુરુષ સેવે? ૩
માયાવી મનુષ્ય વગતિવાળે, કૂર બુદ્ધિવાળે, સદાચરણ વર્જિત, મલિન અને સપની પેઠે દૃષ્ટિ માત્રથી ભયને ઉત્પન્ન કરનાર હોય છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org