________________
૧૨
શ્રી આત્મપ્રબોધ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ભલે કદી તે દેવને મુક્તિને દાતાપણું ન હોય તો પણ તેમનામાં રાજ્ય-ધન-દોલતનું દાતાપણું તેમજ રાગાદિક કષ્ટનું વારવાપણું છે, તેથી આ જગતમાં કહેવાતા જે દેવ–તે નામ દેવને વિષે સાક્ષાત જોવામાં આવે છે.”
ગુરુ ઉત્તર આપે છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે, જે એવા દેવ કહેવાતા હોય તો રાજા, પ્રમુખ તથા વૈદ્યોમાં દેવપણું કેમ ને કહેવાય ? પણ રાજા, પ્રમુખ અને વૈદ્યો સામા પુરુષના કમને અનુસારે જ આપનારા છે, તેથી અધિક આપનારા નથી, કેમ કે વધારે આપવાની તેમની શક્તિ જ નથી, તેમની તેટલી જ પ્રવૃત્તિ છે, વળી તે દેવના સવ ભક્ત રાજાઓ નિરોગી હોય, તે અનુભવથી પણ વિરુદ્ધ છે. કહ્યું છે કે, – જે પુરૂષ (જીવ) પોતે જેવા કમ કરે છે અથવા તેણે જેવા કરેલા છે, તે જીવ તેવા પ્રકારે કર્મનું શુભાશુભ ફળ ભેગવે છે એટલે તેવા પ્રકારના ભેગને પામે છે. તે વિષે હવે વિશેષ કહેવાથી બસ થયું.
આ જગતમાં જે દેવ કહેવાય છે, તે સર્વ દેવતને લાયક નથી. જે અઢાર દુષણથી રહિત તથા રાગદ્વેષથી રહિત છે, તે દેવ કહેવાય છે અને તે જ મારા શુદ્ધ દેવ છે, જે પૃથ્વીકાય વગેરે છ કાયજીવની વિરાધનાથી નિવૃત્તિ પામ્યા છે અને ઉત્તમ જ્ઞાનવાન છે, તે જ મારા શુદ્ધ ગુરુ છે. પરંતુ જેમની સર્વ આરંભમાં પ્રવૃત્તિ છે અને જે નિરંતર છકાયજીવની હિંસા કરનારા છે, તેવા બ્રાહ્મણ, તાપસ વગેરે મારા ગુરુ નથી, એમ નિશ્ચયદષ્ટિવંત ભવ્ય જીવને સમ્યક્ત્વ હોય છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, “બ્રાહ્મણ વગેરે કુગુરુને વિષે છકાયની વિરાધના ભલે હોય પણ જાતિથી તો તે બ્રાહ્મણ છે.”
ગુરુએ ઉત્તર આપ્યા. “શિષ્ય ! એમ કહે નહીં. કારણ બ્રાહ્મણ જાતિએ શ્રેષ્ઠ હોય, પણ જે તેના આચરણ નિંદનીય હોય તો તે નિંદા કરવા યોગ્ય છે. જુઓ પારાશર અને વિશ્વામિત્ર વગેરે ઋષિઓ બ્રાહ્મણ જાતિને અભાવે પૂજનીય કહેવાયા છે. તે વિશે પુરાણમાં લખે છે કે :
"वपाकी गर्भसंभूतः पाराशरमहामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माजातिरकारणम्" ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org