SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રી આત્મપ્રબંધ આ વૃદ્ધપણું સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ છે. અથવા જે જે કાળે, જેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેને દશ ભાગે વહેંચી પછી આઠમા નવમા કે દશમ ભાગમાં વર્તતાને વૃદ્ધપણું જાણવું. ૧-૨ સ્ત્રી તથા પુરુષ–ઉભયનો અભિલાષી અને પુરુષની આકૃતિવાળો પુરુષ નપુંસક જાણવો. જે સ્ત્રીવડ નિમંત્રિત થએલે હોય અથવા અસંવૃત સ્ત્રીને દેખીને કામાભિલાષી થઈ વેદના સહન કરવાને શક્તિમાન ન થાય, તે પુરુષ કુલીબ કહેવાય છે. આ બંને ઉત્કટ વેદપણાથી અકસ્માત ઉડ્ડાહને કરનારા થાય છે તેથી તેઓ દીક્ષા આપવાને અગ્ય છે. ૪ જડ પુરુષ ત્રણ પ્રકારના છે. ૧. ભાષાજડ, ૨. શરીરજડ અને ૩. ક્રિયાજડ. તેમાં ભાષા જડ પણ ત્રણ પ્રકારના છે. ૧. જલમૂક, ૨. મન્મભૂક અને ૩. એડમૂક. જે જલને વિષે ડૂબતાની જેમ “બુડબુડાક શબ્દો કરે તે જલમક કહેવાય છે. જે વચન બેલ બેલ ખલના પામે તે એટલે “મણ મણ” એવા શબ્દો બોલે તે મન્મન્સક કહેવાય છે. અને જે બેકડાની પેઠે માત્ર અવ્યક્ત શબ્દો બેલે તે એડમક કહેવાય છે. જે શરીરજડ પુરુષ છે, તે અતિસ્થલપણાને લઈને માગમાં ભિક્ષાટન કરવામાં અને વંદનાદિકમાં અશક્ત હોય છે. જે ક્રિયાજડ છે તે પ્રતિક્રમણ તથા પ્રત્યપેક્ષણાદિ ક્રિયાનો વારંવાર ઉપદેશ કર્યા છતાં પણ જડપણને લઈને ગ્રહણ કરવાને શક્તિમાન બનતો નથી અને જે ભાષાજડ છે તે જ્ઞાનનું ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આથી તેવા પુરુષો દીક્ષા આપવાને યોગ્ય નથી. ૫ વળી જે કોઢ, ભગંદર અને અતિસાર વગેરે રોગોથી ગ્રસ્ત થયેલો હોય, તે વ્યાધિગ્રસ્ત પુરુષ પણ દીક્ષાનો યોગ્ય નથી. કારણ કે તેને ચિકિત્સા કરવામાં છ કાયની વિરાધના અને સ્વાધ્યાયાદિકની હાનિ થાય છે. ૬ ખાતર દેવું, લુંટ કરવી ઇત્યાદિ ચેરીની ક્રિયામાં તત્પર એ ચાર જે દીક્ષા ગ્રહણ કરે છે તેથી ગચ્છને વધ–બંધનાદિ ઘણા અનર્થોને હેતુ થાય છે તેથી તે દીક્ષા આપવાને અયોગ્ય છે. ૭ રાજાના શરીરાદિકનો ઘાત કરનાર, જનાનામાં ઘાતકીપણું આચરનાર અને રાજભંડારને હાનિ કરનાર તેમ જ રાજાને કાંઈ પણ અપકાર કરનાર પુરૂષ અનર્થનો હેતુ હાવાથી દીક્ષા આપવાને ગ્ય નથી. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy