________________
२१८
શ્રી આત્મપ્રબોધ
"कोऽहं का मेऽवस्था, किं च कुलं के पुनर्गुणा निगमाः ।
किं न स्पृष्ट क्षेत्रं, श्रृंत न किं धर्मशास्त्रं च ॥ १ ॥"
હું કોણ છું? મારી શી અવસ્થા છે? મારું કુલ શું છે? મારામાં કેવા ગુણે છે? મેં કેવા નિયમો કર્યા છે? મેં ક્યા ક્ષેત્રને સ્પર્શ્વ નથી ? અને મેં શું ધર્મશાસ્ત્ર સાંભળ્યું નથી?” - તે વિષે વિશેષ કહે છે–રાત્રે નિદ્રાથી મુદ્રિત એવા લોચનવાળા શ્રાવકે પ્રથમ ઉઠી ચિત્તની પટુતા પ્રાપ્ત કર્યા સિવાય ચિતવવું કે – હું કોણ છું? હું મનુષ્ય છું કે દેવતા છું? હું મનુષ્ય છું તો મારી શી અવસ્થા છે? હું બોલ્યાવસ્થામાં છું કે યૌવન અવસ્થામાં છું? જે યૌવન અવસ્થામાં હોઉં તો મારામાં બાલચેષ્ટાઓ અને વૃદ્ધ ચેષ્ટાઓ ન થાઓ. હું યુવાવસ્થાવાળો છું. તે પછી મારું કુલ શું છે? શ્રાવકુલ છે કે બીજું કુલ છે? જે મારું શ્રાવક કુલ છે, તે મારામાં કેવા ગુણો છે? મૂલગુણો છે કે ઉત્તરગુણો છે? વળી મેં કેવા નિયમ અભિગ્રહો ધારણ કરેલા છે? છતે વૈભવે ૧ જિનભવન, ૨ બિંબ, ૩ પ્રતિષ્ઠા, ૪ પુસ્તક, ૫-૬-૭-૮ ચતુર્વિધ સંઘ અને ૯ શત્રુંજયાદિ તીર્થયાત્રા આ નવ લક્ષણવાળા નવ ક્ષેત્રોને વિષે મેં કયા ક્ષેત્રો સ્પર્ધા નથી? ધર્મશાસ્ત્રમાં દશવૈકાલિક વગેરેમાં શું શું નથી સાંભળ્યાં? માટે હું ક્ષેત્ર સ્પર્શવાને માટે તથા ધર્મશાસ્ત્ર સાંભળવાને માટે ઉદ્યમ કરું. વળી તે શ્રાવક કે જેને આ સંસારને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. તે દીક્ષા લેવાના થાનને મુકતો નથી. જેને તે સમયે બીજો વ્યાપાર નથી એટલે તે દીક્ષાના અભિલાષથી આ પ્રમાણે ચિતવે છે-“તે વજસ્વામી પ્રમુખને ધન્ય છે કે જેમણે બાલ્યાવસ્થાને વિષે સમગ્ર દુઃખે જેથી નિવારણ થાય તેવા સંસારના કારણોનો ત્યાગ કરી શુદ્ધ હૃદયથી સંયમની માગ સેવ્યો છે અને હું તો અદ્યાપિ ગૃહસ્થાવાસરૂપી પાશમાં પડેલા તે માર્ગ સેવવાને શક્તિમાન થયે નથી, તેથી મારે તેવો શુભ દિવસ ક્યારે આવશે કે જ્યારે હું મારા આત્માને ધન્ય માનતે સંયમ માગને અંગીકાર કરીશ.” (ઈત્યાદિ બ્લેકમાં કહ્યું નથી તે પણ જાણી લેવું.) આ પ્રકારે રાત્રિને શેષભાગે ચિંતવન કરી પછી શ્રાવક શું કરે છે, તે કહે છે –
" विभाव्य चेत्थं समये दयालुरावश्यकं शुद्धमनोऽङ्गवस्त्रः ।
जिनेन्द्रपूजां गुरुवन्दनं च, समाचरेन्नित्यमनुक्रमेण ॥ १ ॥" “દયાળુ એવા શ્રાવકે પૂર્વોક્ત પ્રકારે એટલે રાત્રિ મુહૂર્તમાત્ર બાકી રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org