SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૬૧ તારા મનારથ પૂર્ણ કરજે. '' આ સ્વપ્નથી તત્કાલ હું જાગૃત થઇ ગયા. પ્રભાતનાં મૃત્યા કરી. અહીં આવ્યા. ત્યાં આ પુરુષને મેં આપની પાસે જોયા છે. ” રાજાના આ વચન સાંભળી તે ગુરુએ તે કેશવનેા રાત્રિભાજનના ત્યાગ સ'અ'ધી સ` વૃત્તાંત કહી સભળાવ્યેા. આ વખતે રાજાએ પૂછ્યું : ‘ ભગવન્ ! મને જે પુરુષે સ્વપ્નમાં કહ્યુ હતુ. તે પુરુષ કાણુ હશે ! ' ત્યારે ગુરુ મેલ્યાઃ “ આ કેશવની પરીક્ષા કરનાર વિદ્ધ નામે દેવતાએ તને સ્વપ્નમાં કહ્યું હતુ.... તે પછી રાજા ગુરુને નમી કેશવ સહિત પાતાના નગરમાં ગયા અને મેટા ઉત્સવ કરી કેશવના રાજ્ય ઉપર અભિષેક કર્યો, પછી પાતે ગુરુ પાસે વ્રત લઈ ચાલી નીકળ્યા હતા. ,, કેશવ રાજા થયા પછી પ્રતિદિન ચૈત્યપૂજા કરતા હતા અને દીનજનાને દાન આપતેા હતેા તેણે પેાતાના પ્રતાપથી સીમાડાના રાજાને તાબે કરી લીધા હતા. તે ન્યાયમાગે પ્રેમથી પેાતાની પ્રજાને પાળતા હતા. 17 એક વખત કેશવ પેાતાના મહેલના ગેાખ ઉપર બેઠા હતા. તેવામાં તેને પેાતાના પિતાનુ` સ્મરણ થઇ આવ્યું. પિતાનાં દર્શન કરવાની તીવ્ર ઈચ્છા પ્રગટ થઇ આવી. આ સમયે ભૂમિ ઉપર તે જ માર્ગે ચાલતા પિતાને તેણે જોયા, કેશવે તત્કાલ પેાતાના પિતાને એળખી લીધા. તે જ વખતે તે મહેલ ઉપરથી નીચે ઉતર્યાં. તેની પાછળ ઘણા સેવકા દેાડતા ચાલ્યા, કેશવ માગમાં આવી પાતાના પિતાના ચરણમાં નમી પડયા. કેશવને આલેખીને આશ્ચય પામી ગયા, કેશવે કહ્યું : “ હે પિતા ! તમે એવા સમૃદ્ધિવાન્ હતા, તે આજે રાંકના જેવા કેમ દેખાએ છે। ? ” યશેાધન પુત્રના રાજ્યની સમૃદ્ધિ જોઇ હૃદયમાં આનંદ પામતા અને દુઃખાશ્રુ વર્ષાવતા આ પ્રમાણે બેલ્યા : “ હે પુત્ર ! તુ* ગયા પછી મે' તારા ભાઈ હંસને રાત્રે ભાજન કરવા બેસાર્યાં, અ` ભાજન કર્યાં પછી તેને અકસ્માત્ ભ્રમ ઉત્પન્ન થઈ આવ્યા અને તે મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર પડી ગયા. તત્કાલ ‘આ શું થયું” એમ ચિતવતી અને દુઃખાતુર થયેલી તારી માતા દીવા લાવી અને તેણીએ ત્યાં જોયુ, ત્યાં તુલાપટ્ટ (મેાભ ) ઉપર રહેલા સપ જોવામાં આવ્યેા. આવી રીતે રાત્રિભાજનનુ ફુલ જોઇ અમે બધા કુટુંબે તને ધર્મીના જ્ઞાતા જાણી માટેા આક્રંદ કરવા માંડયા, તેથી ઘણા લેાકેા ત્યાં એકઠા થઈ ગયા, તેવામાં કાઈ એક વિષવૈધ ત્યાં આવી ચઢયા, અમેએ તે વૈદ્યને પૂછ્યુ* કે “આ વિષ કાઇપણ પ્રયાગથી સાધ્ય છે કે નહીં? ” ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy