SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ પયત ઔપશમિકસમ્યકત્વ અનુભવ્યા પછી તરત જ નિશ્ચયથી શુદ્ધ પુંજના ઉદયથી ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ થાય છે અને અશુદ્ધ પુજના ઉદયથી મિશ્ર અને અશુદ્ધ પુંજના ઉદયથી સાસ્વાદન ગુણસ્થાન ફરસવાપૂર્વક મિથ્યાદષ્ટિ થાય છે. તે સાસ્વાદન ગુણસ્થાન જઘન્યપણે એક સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છ આવળી પ્રમાણ છે. વળી પ્રથમનું ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતાં કોઈ જીવ સમ્યક્ત્વની સાથે જ દેશવિરતિપણાને પામે છે અને કઈ જીવ પ્રમત્ત ભાવના છઠ્ઠા ગુણસ્થાનને પામે છે અને કોઈ જીવ સાસ્વાદન ગુણસ્થાન પામી મિથ્યાષ્ટિ પણ થાય છે. શતકની–બહ૬ચૂર્ણમાં તે વિષે કહ્યું છે उवसम सम्मदिठी अंतरकरणठिओ कोइ देसविरइंपि ॥ लहइ कोइ पमत्तभावंपि सासायणो पुण न किंपि लहे इत्ति ॥१॥ બીજું કાંઈ સાસ્વાદનવત ન પામે એમ કમગ્રંથને અભિપ્રાય કહેલે છે. હવે સિદ્ધાંતનો અભિપ્રાય કહે છે અનાદિ મિથ્યાદષ્ટિ કોઈ ગ્રંથિભેદ કરીને તેવી રીતના તીવ્ર પરિણામ સાથે અપૂવકરણમાં આરૂઢ થઈ મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે, તે પછી અનિવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ પુંજના પુદ્ગલોને વેદતા ઉપશમ સમતિ પામ્યા વગર જ તેને પ્રથમથી જ ક્ષયોપશમસમ્યત્વ પ્રાપ્ત થાય છે. અન્ય આચાર્ય વળી આ પ્રમાણે કહે છે, “યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કરણ કરીને અંતરકરણને પહેલે સમયે ઉપશમસમ્યકત્વ પામે છે, પણ તે ત્રણ પુંજને કરતું નથી અને તે પછી ઉપશમસમ્યક્ત્વથી પડી અવશ્ય મિથ્યાત્વમાંજ જાય છે" આ વિષે તત્ત્વ શું છે? તે કેવળી ભગવાન જાણે છે. હવે કલ્પભાષ્યને વિષે કહેલ ત્રણ પુંજનો સંક્રમણ વિધિ બતાવે છે. મિથ્યાત્વના દલિયારૂપ જે પુદગલો છે, તેમને ખેંચીને જે સમ્યગ્દષ્ટિ તે જેના પરિણામ વિશેષ વધતા છે તે સમ્યકત્વ અને મિશ્ર એ બંનેની મધ્યે સંક્રમાવે છે, અને સમ્યગ્દષ્ટિ મિશ્ર પુગલને સમ્યકત્વમાં સંક્રમાવે છે. અને મિથ્યાત્વી મિશ્ર પુદ્ગલેને મિથ્યાત્વમાં સંક્રમાવે છે. અને સમ્યક્ત્વના પુદ્ગલેને મિથ્યાદષ્ટિ મિથ્યાત્વને વિષે સંક્રમાવે છે. પણ મિત્રમાં સંક્રમાવે નહિ–એ પ્રકારે પણ મિથ્યાત્વ ક્ષીણ ન થયું હોય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ નિયમ એ ત્રણ પુંજવાળા હોય છે. મિથ્યાત્વનો ક્ષય થતાં નિ બે પુજવાલા હોય છે. અને મિશ્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy