SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ દ્વિતીય પ્રકાશ જે તું મરેલાને જીવતા કરતો હોતે આ તારા ભક્તોના પૂર્વજોને કેમ જીવતા કરતો નથી ? તેમ વળી તારામાં જે રાજ્ય દેવાનું સામર્થ્ય હોય તો તારા ભક્તોને રાજ્યધારી કેમ કરતો નથી? વળી તું મને વારંવાર મૃત્યુનો ભય બતાવે છે, પણ મારામાં જે આયુષ્યનું બલ હશે તે કોઈપણ મને મારવાને સમર્થ થવાનો નથી. કેશવની આ વાણી સાંભળી અને તેની દઢતા જોઇ યક્ષ ખુશ થઈ ગયે. તત્કાળ તે કેશવને આલિંગન કરીને આ પ્રમાણે બે "अहो मित्र धियां पात्र न स्यादेप गुरुस्तव । ___मृता मया न जीव्यते, नैव राज्यं च दीयते ॥१॥" અહો બુદ્ધિના પાત્ર મિત્ર ! આ તારા ગુરુ નથી, મરેલા (પ્રાણુઓ) મારાથી જીવતા થતા નથી. અને મારાથી રાજ્ય આપી શકાતું નથી.” ૧ આ પ્રમાણે જ્યારે યક્ષે કહ્યું ત્યારે મુનિરૂપે ભૂમિ પર પડેલો તે યક્ષને કિંકર હાસ્ય કરતો ઉઠી અને મુનિના રૂપનો ત્યાગ કરી આકાશમાર્ગે ચાલી ગયે. આવી વિચિત્ર માયાથી વિસ્મય પામેલા કેશવને યક્ષે આ પ્રમાણે કહ્યું“હે મિત્ર! તું સાત ઉપવાસે કરી ખિન્ન થઈ ગયે છે, અને ઘણા માર્ગનો વિહાર કરી થાકી ગયેલો છે. માટે આ રાત્રે અહીં વિશ્રાંત થા અને પ્રાત:કાલે આ મારા ભક્તોની સાથે પારણું કરજે,” આ પ્રમાણે કહી તે યક્ષે પિતાની માયા શક્તિથી એક શમ્યા ઉપજાવી તેને બતાવી. પછી યક્ષની આજ્ઞાથી ભક્તજનો જેના પગ ચાંપે છે એવો કેશવ તે શાને વિષે સુઈ ગયો. તે થાકી ગયેલ હોવાથી તત્કાલ નિદ્રાને વશ થઈ ગયો. ચાર ઘડી પછી પ્રભાત વિકર્વી નિદ્રાથી જેના લંચન વ્યાપ્ત છે એવા કેશવને યક્ષે કહ્યું : “ભદ્ર! રાત્રિ ચાલી ગઇ, પ્રભાત થયેલ છે, માટે નિદ્રાનો ત્યાગ કરી, જાગ્રત થાઓ.” તત્કાલ કેશવ જાગ્રત થયો. દિવસના અજવાળાને અને સૂર્યથી મંડિત એવા આકાશને તેણે જોયું. ત્યારે તે આ પ્રમાણે ચિતવવા લાગ્યો-“હું રાત્રિના પાછલા પહોરે સુતો હોઉં, તે પણ બ્રાહ્મ મુહૂર્તમાં સ્વતઃ જાગી જાઉં છું અને આજે તો અધરાત્રે સુતો હતો, તે પણ આ અધ પ્રહર દિવસ ચ તે છતાં કેમ જાગ્યો નહીં? તેનું શું કારણ હશે? વલી હજુ મારા નેત્રો નિદ્રાથી વ્યાપ્ત કેમ હશે ? તેમ જ મારા શ્વાસનો પવન હજુ સુગંધી કેમ નથી ?” આ પ્રમાણે ચિતવતા કેશવને યક્ષે કહ્યું: “હે સપુરુષ! તમે ધીઠપણું છેડી ઘી, અને પ્રભાતના કૃત્ય કરી પારણું કરે.” કેશવ બે “હે યક્ષ ! તારા યક્ષપણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy