________________
દ્વિતીય પ્રકાશ
૨૨૩ આ ગ્રંથમાં અગિયારમા પિષધવ્રતની બાબતમાં ખરતરગચ્છની સમાચારીમાં અને તપગચ્છની સમાચારીમાં શું તફાવત છે તે બતાવવામાં આવે છે.
(૧) ચાર પ્રકારના પિષધવત બતાવેલા છે જેમાં દેશથી આહાર પિષધવિગય વગેરેને ત્યાગ અને એકવાર, બેવાર ભોજન કરવું તે. અને સવથી આહાર પિષધ તે ચતુર્વિધ આહારનો ત્યાગ કરવો તે, આમ કહેલ છે. પરંતુ તપગચ્છ સમાચારી પ્રમાણે દેશથકી પિષધમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ અથવા એકાશન સુધીની માન્યતા છે.
ખરતરગચ્છની સમાચારમાં પોષધ પર્વ દિવસના અનુષ્ઠાનનો વ્યાપાર છે એટલે માત્ર પર્વ તિથિએ જ પિષધ કર જોઈએ તેમ માન્યતા છે. વળી તેઓ આવશ્યક વૃત્તિને પાઠ આગળ કરી આવી રીતે કહે છે કે પિષધ તથા અતિથિ-સંવિભાગવ્રત પ્રતિનિયત દિવસે અનુષ્ઠય છે; પરંતુ પ્રતિદિવસ અનુષ્ક્રય નથી, આમ કહે છે; પરંતુ તેમના આ કરેલા અર્થ માટે તપગચ્છાચાર્ય શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી આવશ્યકચૂર્ણિના અન્ય પાકને આગળ કરી કહે છે કે
" सव्वेसु कालपव्वेसु पसच्छो जिनमतए तबोजोगो ।
अठमी चउद्दस्सी सुनियमेणहविद्य पोसहिउं" || ભાવાર્થ-“સવકાળ અથવા સર્વ પર્વોમાં પ્રશસ્ત જિનમતને વિષે તપગ છે, પરંતુ અષ્ટમી આદિ તિથિને વિષે નિયમથી પિષધદ્રત હોય છે. આ ઉપરથી સમજવાનું કે પિષધવ્રત અન્ય દિવસોમાં ન થઈ શકે એ અર્થ કદાપિ નીકળતો નથી, પરંતુ પર્વ દિવસમાં તેની અવશ્ય કરણીયતા સમજવી..
(૩) ખરતરગચ્છીય આચાર્યો પોતાની સમાચારમાં ચાર તિથિઓને પર્વ તિથિઓ તરીકે માને છે, પરંતુ તપગચ્છીય આચાર્યો તેને માટે નીચે પ્રમાણે કહે છે,
" बीयपंचमी अहमी एगारसी चउद्दसी पण तिहिउँ । ___ एयाउ सुतिहीउं गोयमगणहारिणाभणिया" ॥
ગૌતમ ગણધર મહારાજે આ પાંચ તિથિ–બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એમ કહેલ છે, વળી મહાવીર પ્રભુએ કહ્યું છે કે – भयवं ! बीयपमुहासु पंचसुतिहिसु विहियं धम्माणुठाणं किं फलंहोइ ? गोयमा ! बहुफलंहोइ !
(૧) હે ભગવન્! બીજપ્રમુખ પાંચ તિથિઓમાં વિધાન કરેલા ધર્માનુષ્ઠાનનું ફળ શું હોય? હે ગૌતમ ! બહુ ફળ હોય. તે સિવાય એનપ્રશ્નમાં પૂર્ણિમા અને અમાવાસ્યા મળી બાર તિથિ કહેલ છે. ૧. આ ગ્રંથના વ્યાખ્યાકાર કાંઈક આ વિષય પરત્વે તપાગચ્છની માન્યતાવાળા હોય તેમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org