________________
દ્વિતીય પ્રકાશ
૨૨૧ તે વખતે તે સર્ષ પિતાના બીલમાંથી બહાર નીકળ્યો. પ્રભુને જોતાં જ તેનામાં ઉગ્ર કષાય ઉત્પન્ન થઈ આવ્યો. તત્કાલ કષાયના આવેશથી તેણે પ્રભુના શરીર ઉપર ડંશ માર્યો. વજન સ્તંભની જેમ અચળ એવા શ્રી વીર ભગવાનના શરીરમાંથી દૂધના જેવા ઉજ્વલ રૂધિરની ધારા નીકળી. તે જોતાં જ તે સપના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થઈ આવ્યું. તત્કાળ પ્રભુના સ્વરૂપનું ચિંતવન કરતાં તેને જાતિસ્મરણ શાન ઉત્પન્ન થઈ આવ્યું. પિતાના પૂર્વ ભવ તેના જેવામાં આવ્યા. તત્કાલ તે નિવિષ થઈ પ્રભુને પ્રદક્ષિણા કરી અને નમન કરી સામે ઉભું રહ્યું. પછી પિતે કરેલ જીવહિંસાદિ અકૃત્યને આવી અનશનવ્રત ગ્રહણ કર્યું. તે પછી “મારી દૃષ્ટિથી કોઈ પ્રાણીને ભય ન થાઓ.” એમ વિચારી તેણે દેશાવગાશિક વ્રત અંગીકાર કર્યું. પછી તે પોતાનું મુખ બીલમાં રાખીને રહ્યો હતો. આ સપને વૃત્તાંત સાંભળી ગોવાળીયાઓએ આવી માખણથી તેની પૂજા કરી. તે માખણના ગંધથી કીડીઓ આવી તે સર્ષના શરીરને વળગી પડી અને તેના આખા શરીરને છિદ્રવાળું કરી દીધું. તથાપિ તે ચંડકૌશિક સ મન અને કાયા વડે નિશ્ચલ રહ્યો હતો. તેવી રીતે અનશન વ્રત પાળી મૃત્યુ પામી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં મહર્થિક દેવતા થયે હતો. એવી રીતે દશમા દેશાવગાશિક વ્રત ઉપર ચંડકૌશિક સર્ષની કથા કહેવાય છે. એવી રીતે બીજા પણ સંસારભીરૂ પ્રાણીઓએ એ વ્રતને પાળવામાં ઉદ્યમવંત થવું. તેની ભાવના કહે છે –
" सव्वे अ सव्व संगेहिं. वजिए साहूणो नमंसिजा ।
સf 3 fજું સન્ચ સાવ સવા વરં" છે ? એ પ્રમાણે દસમું વ્રત અને બીજુ શિક્ષાત્રત કહેવામાં આવ્યું.
ત્રીજુ શિક્ષાત્રત પોષધવત. ઘર્મની પુષ્ટિ કરે તે પોષધ કહેવાય છે. તેને આચરનાર વ્રત તે પિષધત્રિત કહેવાય છે એટલે પર્વને દિવસે અનુષ્ઠાન કરવાને જે વ્યાપાર તે રૂપ જે ત્રિત તે પિષધવ્રત કહેવાય છે. તે આ પ્રમાણે--
' आहार देह सक्कार-गेह वावार विरइ बंभेहि ।
पव्वदिणाणुटाणं, तइयं पोसहवयं चउहा" ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org