SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી આત્મ પ્રબંધ "तुल्लेवि उअरभरणे, मूढ अमूढाण अंतरं पिच्छ । giાઇનર ફુવ બન્ને સાયંભુવ ' /રા “જે સ્વ અને પારને અથે–ઉભય પ્રકારે પાપ કર્મથી વિરામ પામ્યા છે તે મુનિરાજ પ્રત્યે અમારો નમસ્કાર હો.” ૧ મૂઢ અને તત્ત્વજ્ઞાની-બંનેને ઉદર ભરવું તે સરખું છે, પણ મૂઢ અને અમૂઢતત્વજ્ઞાનીની વચ્ચે કેટલું અંતર છે? તે જો, મૂઢ પુરૂષને નરકનાં દુઃખ પ્રાપ્ત થાય છે અને અમૂઢ તત્ત્વજ્ઞાનીને શાશ્વત સુખ મળે છે એટલે અંતર છે. ૨ ચાર શિક્ષાત્રત વારંવાર પ્રવૃત્તિ જેમાં છે તે શિક્ષા કહેવાય છે અને તે શિક્ષા જેમાં પ્રધાન છે એવું જે વ્રત તે શિક્ષાત્રત કહેવાય છે. જેમ વિદ્યાના શિક્ષક વડે વારંવાર અભ્યાસ કરાય છે, તેમ શ્રાવકે આ વ્રતોનો અભ્યાસ વારંવાર કરવા યોગ્ય છે. પ્રથમ સામાયિક વ્રત ચાર શિક્ષાત્રતમાં પ્રથમ સામાયિક વ્રત કહેવાય છે. સમ એટલે રાગ દ્વેષ રહિતપણું, તેનો આય એટલે લાભ તે સમાય કહેવાય છે, જે કિયા અનુષ્ઠાન કરવાનું પ્રયોજન એટલે જે ક્રિયા-અનુષ્ઠાન કરવાથી સમાયની પ્રાપ્તિ થાય તે સામાયિક કહેવાય છે. તે રૂપત્રિત તે પહેલું સામાયિક નામે શિક્ષાત્રત છે. તેને માટે આ પ્રમાણે કહ્યું છે "सामाइय मिह पढमं सावज्जो जत्थ वज्जिओ जोगे । અહીં જે સામાયિક નામે પહેલું શિક્ષાત્રત્ત કરવાથી દેશવિરતિ શ્રાવક પણ સાવધ એવા મન વચન અને કાયાના વ્યાપારને લઈને સર્વવિરતિ મુનિ સદશ થાય છે. ૧ અહીં પ્રશ્ન કરે છે કે, તે દેશવિરતિ સર્વવિરતિ શી રીતે થાય? દેશે કરીને એટલે દેશદષ્ટાંતે કરીને જેમ ચંદ્રમુખી સ્ત્રી, સમુદ્ર જેવું તળાવ, નહીં તે સાધુ અને શ્રાવક વચ્ચે મોટા અંતરે જે છે તે દેખાડે છે. ઉત્કૃષ્ટ દ્વાદશાંગીના અભ્યાસી તે સાધુ અને શ્રાવક તો ષટ જવનિકાય નામના દશવૈકાલિકના અધ્યયન સુધીને અભ્યાસી હોય છે. સાધુ ઉત્કૃષ્ટપણે સ્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉપજે છે અને શ્રાવક બારમા દેવલેક સુધી ઉપજે છે. સાધુઓને કાળધર્મ પામ્યા પછી દેવગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy