SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી આત્મ પ્રબંધ મૃગસુંદરીને જોઈ તેણુને જોતાં જ તે તેના સૌન્દર્યથી મહિત થઈ ગયા. તત્કાળ તેણીને પરણવાને તે અનુરાગી બની ગયે. તેણે જિનદત્ત શેઠની આગળ તે કન્યાની માગણી કરી, પણ શેઠે ઘનેશ્વરને મિથ્યાત્વી માની પિતાની કન્યા આપી નહિ. મેહ પામેલે ધનેશ્વર કપટી શ્રાવક બની ગયો. પછી તે મૃગસુંદરીની સાથે પરણ્યા. પરણ્યા પછી મૃગસુંદરીને સાથે લઈને તે પિતાની નગરીમાં આવ્યા. ઘેર આવ્યા પછી ધમની ઈર્ષ્યાને લઈને તેણે મૃગસુંદરીને જિનપૂજા વગેરે કરતા અટકાવી. શ્રાવિકા મૃગસુંદરી આહંતુ ધર્મ ઉપર પૂર્ણ આસ્તિક હતી, તેથી તે દઢતા રાખીને રહી. તેણીએ જિનપૂજા ન થવાથી ઉપવાસ કરવા માંડ્યા. અનુક્રમે ત્રણ ઉપવાસ થયા. ચોથે દિવસે કોઈ જૈનમુનિ તેણુને દ્વારે આવી ચડયા. તે વખતે તેણુએ પિતાના ગ્રહણ કરેલા નિયમના રક્ષણ માટે તે મુનિને ઉપાય પૂછયે. તે સમયે ગુરુએ ગુણ-અવગુણને વિચાર કરીને કહ્યું, “ભદ્ર! તારે ચૂલા ઉપર ચંદરવો બાંધો. એમ કરવાથી પાંચ સાધુઓને પ્રતિલાભિત કરવાથી અને પંચતીર્થોને નમસ્કાર કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય, તેટલું ફળ તને પ્રાપ્ત થશે. “ગુરુની આ આશા તેણીએ શિર પર ચઢાવી અને ત્યારથી તે પ્રમાણે તેણુએ કર્યું. તે અંદર બાંધેલ જોઈ તેણીના મિથ્યાત્વી સસરા વગેરેએ ધનેશ્વરને કહ્યું કે, “આ તારી વહુએ વસ્ત્ર બાંધીને કામણ કર્યું છે. તે સાંભળી ધનેશ્વરને ક્રોધ ચડી આવ્યા અને તત્કાળ તેણે તે ચંદરવાને અગ્નિ લગાડી બાળી નાંખે. તે પછી મૃગસુંદરીએ ફરીવાર બાંધ્યું. તે પણ ધનેશ્વરે બાળી નાંખે. એવી રીતે સાત ચંદરવા બાંધ્યા અને તે સાત બાળી નાંખ્યા.” પછી સસરાએ મૃગસુંદરીને કહ્યું, “ભદ્ર ! શા માટે વૃથા પ્રયાસ કરે છે ?” મૃગસુંદરી બેલી, “જીવદયા માટે.” તે સાંભળી સસરાએ કોધથી જણાવ્યું, “જો તારે જીવદયા પાળવી હોય તે તું તારા પિતાને ઘેર જા.” મૃગસુંદરીએ કહ્યું, “હું કુળવાનની પુત્રી છું; તેથી કુલટાની પેઠે એકલી નહિ જાઉં. માટે તમારા કુટુંબ સાથે મને મારા પિતાને ઘેર મોકલે.” તેણુનાં આવાં વચન સાંભળી તેનો સસરો કુટુંબ સહિત તેણીને લઇને મૃગપુરનગર તરફ ચાલ્યો. માગમાં કોઈ એક ગામમાં તેણીના સસરાનો સગો રહેતો હતો. તેને ઘેર તેઓ મીજમાન તરીકે ગયા. તે સગાએ પોતાને ઘેર પણ આવ્યા જાણી રાત્રિને વિષે ભેજન તૈયાર કરાવ્યું. ભજન કરવાને સર્વ કુટુંબ તૈયાર થયું પણ રાત્રિ ભેજનના નિયમને સંભારી મૃગસુંદરી ભેજન કરવા ઉઠી નહીં. કોઈ પૂર્વના પુણ્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy