SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મ પ્રબોધ ચંદરવા કયે કયે સ્થળે જોઇએ જલ સ્થાને દૂદુખલ ૧. પાણઆરે, ૨. ખાંડણુએ, ૩. ઘંટીએ, ૪. ચૂલે, ૫. ધાન્યની ભૂમિને વિષે, ૬. દહીંનું જ્યાં માખણ કરવામાં આવે ત્યાં, ૭. ભેજન કરવાને ઠેકાણે, ૮. સૂવાની જગ્યાએ અને ૯, ઉપાશ્રયે, એ નવસ્થાને સુંદર વસ્ત્રથી નિષ્પન્ન કરેલા ચંદરવા શ્રાવકે ધારણ કરવા. જે તે ન કરવામાં આવે તો અનર્થદંડ થાય છે. એવી રીતે ચાર પ્રકારના અનર્થદંડને ત્યાગ કરવો. એ અનર્થદંડ નામે ત્રીજુ ગુણવ્રત કહ્યું. આ અનર્થદંડને વિષે ત્યાગ કરવાપણું વિશેષ પ્રકારે બતાવે છે. ઘણું કરીને પોતાની શક્તિ પ્રમાણે જેણે અદંડ વજેલે છે. તેથી પરમાર્થ જાણેલો છે, એવો શ્રાવક કેવે પ્રકારે અનર્થદંડને પ્રયુજે છે? તે વિષે સર્વ પ્રકારના અનર્થદંડના ભેદ ઉપર દષ્ટા કહેવા અશક્ય છે. તેથી માત્ર એક ચૂલા ઉપરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. પ્રમાદે કરીને ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવાથી શું થયું હતું તે દૃષ્ટાંત અન્વયવ્યતિરેકથી કહે છે – "चदोदयदाणाओ, जाया मिगसुन्दरी सया सुहिया । તન્નાના: કુદા, તન્નાહો પરમ ગાયો” i ચૂલા ઉપર ચંદરવો બાંધવાથી શ્રેષ્ટીકન્યા મૃગસુંદરી નામે રાજકન્યા સદા સુખી થઈ હતી અને તેના ભર્તારે તે ચંદરે બાળી નાંખે, તેથી તે પરભવે કુછી થયો હતો. ૧. બીજા કેટલાએક તેના સંબંધીજનો ચૂલા ઉપર ચંદર ન બાંધવા વગેરેથી અકસ્માત મૃત્યુરૂપ કષ્ટને પામ્યા હતા. એ ઉપલક્ષણથી જાણું લેવું. ગાથાને અર્થ આ પ્રમાણે અને તેનો ભાવાર્થ કથાથી જાણો. મૃગસુંદરીની કથા શ્રીપુરનગરમાં શ્રીષેણ નામે રાજા રાજ કરતો હતો. તેને દેવરાજ નામે એક પુત્ર હતા. તે દેવરાજ જ્યારે યુવાન થયો ત્યારે પૂર્વના દુષ્કર્મના ઉદયથી તે કુછી થયો. તેના રોગને દૂર કરવા માટે સાત વર્ષ સુધી ઉપચારો કરવામાં આવ્યા. પણ તે નીરોગી થયા નહિ. છેવટે કંટાળી ગયેલા વૈદ્યોએ તેનો ઉપચાર કરવાની ના પાડી. રાજા શ્રીષેણ આથી વધારે દુઃખી રહેવા લાગ્યો. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy