________________
દ્વિતીય પ્રકાશ
૨૦૯ જે છેદન, દહન, ભજન, મારણ, બંધ, પ્રહાર, દમન અને ખંડનથી રાગને પ્રાપ્ત થાય અને દયા ન લાવે તેને વિદ્વાને રૌદ્રધ્યાન કહે છે. (૨)
૧. ધર્મી પુરૂષને પણ આ સંસારને વિષે ઘણું કરીને અંતરમાં દુર્યાન થાય છે. પરંતુ તેઓ પોતાના પ્રજ્ઞાનના બળથી ઉન્માગે જાતાં એવા પિતાના ચિત્તને અટકાવી પુનઃ સન્માર્ગે લાવે છે. જે પ્રાણીઓ નિરંતર આત્ત તથા રૌદ્રધ્યાનમાં પ્રવર્તે છે, તેમને તે અનર્થદંડ જ છે.
૨. પાપનો હેતુ હોવાથી પાપ એટલે ખેતી આદિ કર્મ, તેની દાક્ષિણ્યતાના સ્થાન વિના જે ઉપદેશ તે પાપોપદેશ કહેવાય છે.
૩. જે હિંસનશીલ હોય તે હિંસ કહેવાય છે. એવા વિષ, અગ્નિ, હળ અને શસ્ત્ર વગેરે તેનું દાક્ષિણ્યતાના સ્થાન વિના જે અસંતોને આપવું તે હિંસદાન કહેવાય છે.
૪. પ્રમાદ એટલે મા, વિષય, કષાયાદિક તે વડે જે આચરણ, તે પ્રમાદાચરણ કહેવાય છે. સાત વ્યસન, જલક્રીડા, વૃક્ષની શાખાને આશ્રીને હીંચકે ખેલવો, કુકડા પ્રમુખ ને લડાવવા, કુશાસ્ત્રનો અભ્યાસ કરે અને વિકથા કરવી વગેરે પ્રમાદાચરણ કહેવાય છે; અથવા પ્રમાદાચરણ એટલે આલસની
વ્યાપ્તિ. નહીં શોધેલા ધન, ધાન્ય તથા જલાદિકને વ્યાપાર કરવાથી, ચૂલા, પાણીઆર વગેરેની ઉપર ચંદરવો ન બાંધવાથી અને ઘી, દહીં દૂધ, અને છાશ આદિના પાત્રો નહીં ઢાંકવાથી તેમાં પોતાનો તથા પરનો ઉપઘાત થવાને લીધે તે બહુ અનર્થના કારણે છે, એમ જાણવું તે કારણને લઈને પરમગુરુએ શ્રાવકને ઘેર સાત ગણુણે અને નવ ચંદરવા કહેલા છે. જેમ કે
સુ સાવ દે, વર મારું સત્ત વિશે |
મિઠ વાર વાછr ત થી તિરું ગુi” is મીઠું જળ, ખારું પાણું, ઉનું પાણી, છાશ, ઘી, તેલ, અને લેટ એ સાતને ગળવા માટે શ્રાવકે ગરણા રાખવા. આ ગાથાને અર્થ સુગમ છે. અહીં લોટનું ગળવું એવી રીતે સમજવું કે તેને ચાળણીથી ચાળવો અહીં ઉપલક્ષણથી દૂધ આદિ વસ્તુઓ માટે પણ ગરણું રાખવું. ૧. કેટલેક સ્થળે દસ ચંદરવા પણ કહેલા છે.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org