SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી આત્મ પ્રબંધ વિયેગથી વિહળ થયેલા વંકચૂલે ગુરુને નમન કરી આ પ્રમાણે વિનંતિ કરી સ્વામી, અહીંથી હવે બીજાને સીમાડે આવે છે, તેથી હું હવે પાછો વળીશ. હવે મને તમારું પુનંદશન તત્કાળ પાછું થાજો.” આ પ્રમાણે તેનાં વચન સાંભળી આચાયે મધુર વાણુથી વંકચૂલને કહ્યું, “હે ભદ્ર, તમારી સહાયથી અમે આટલો કાળ તમારા સ્થાનમાં સુખે રહ્યા હતા. તેથી જો તમને ચે તે તમારે પ્રત્યુપકાર કરવા માટે થોડું કાંઈ કહીએ.” વંકચૂલ બેલ્યો-“મહારાજ, જે મારાથી સુખે પાળી શકાય, તેવાં વચનો કહી મારી ઉપર અનુગ્રહ કરે.’ વંકચૂલના કહેવાથી તે આચાર્ય આ પ્રમાણે બેલ્યા–“ભદ્ર! ૧ જેનું નામ કોઈનાથી જાણી શકાય નહીં એવાં અજાણ્યાં ફળ તમારે ખાવાં નહીં. ૨ બીજાને મારવાની ઈચ્છા થતાં તમારે સાત આઠ પગલાં પાછું હઠવું. ૩ રાજાની પટરાણુને માતા સમાન ગણવી અને ૪ કદિ પણ કાગડાનું માંસ ખાવું નહીં. આ ચાર નિયમો તમારે ચોક્કસ રીતે પાળવા. આ નિયમો પાળવાથી તમારે ઉત્તરોત્તર મોટો લાભ થશે.” આચાર્યનાં આ વચન સાંભળી મહારાજ, આપ મારી ઉપર મેટ અનુગ્રહ કર્યો.એમ કહી વંકચૂલે તે ચાર નિયમો ગ્રહણ કર્યા. પછી તે પિતાને સ્થાને પાછો ફર્યો અને ગુરુ મહારાજ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. એક વખતે વંકચૂલ ભિલ્લેની સેના લઈ કોઈ ગામ મારવાને ચાલ્યો. તે ગામના લોકોને અગાઉથી માલૂમ પડવાથી તેઓ ગામ મૂકીને નાસી ગયા, વંકચૂલ ગામને ખાલી થયેલું જોઈ પિતાનો પરિશ્રમ નિષ્ફળ થયાથી મનમાં પરિતાપ પામતો પરિવાર સાથે ત્યાંથી પાછો ફર્યો. અને અટવીમાં એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠો. વંકચૂલને સુધા લાગવાથી તેણે અટવીમાંથી ફળાદિ લાવવાને પોતાના માણસોને આજ્ઞા કરી. તે લોકો પણ હૃધાથી પીડિત થતા હતા, એટલે તેઓ ફળાદિ લેવાને અટવીમાં આમ તેમ ફરવા લાગ્યા. કઈ વનલતામાં સુગંધી અને પાકેલાં ફળથી નષ્ટ થઈ ગયેલું એક કિપાકનું વૃક્ષ તેમના જેવામાં આવ્યું. તત્કાળ તેમણે એ વૃક્ષનાં ફળ લીધાં અને તે લઈ તેઓ વંકચૂલની પાસે આવ્યા. વંકચૂલને તે ફળાને જોતાંજ પોતે લીધેલો નિયમ યાદ આવ્યું. તેથી તેણે તે ફળનું નામ પૂછયું. ભિલ્લાએ કહ્યું, અમે આ ફળનું નામ જાણતા નથી. પરંતુ તે બહુ સ્વાદવાળાં છે. માટે આપને ખાવામાં હરકત નથી.” વંકચૂલે કહ્યું, “હું અજાણ્યા ફળ ખાતો નથી. કારણ કે મેં અજાણ્યા ફળ ન ખાવાને નિયમ લીધો છે.ભિલ્લોએ આગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy