________________
૧૮૨
શ્રી આત્મ પ્રાધ સુભદ્રાનું આ ચરિત્ર જોઇ તેણની સાસુ અને નણંદ શ્યામમુખી થઈ ગઈ તેણીના પતિ બુદ્ધિદાસનું મુખ તો પોતાની સ્ત્રીનું આવું આદરભૂત શીલ જોઈ શરદબાતુના ચંદ્રની પેઠે દેદીપ્યમાન થઈ ગયું. નગરના લેકે તે સતીની સ્તવના કરવા લાગ્યા. રાજાએ અત્યંત હર્ષ પામી સતી સુભદ્રાને ઉત્તમ વસ્ત્રાલંકારે આપ્યા અને મોટા ઉત્સવથી તેણીને તેને ઘેર પહોંચાડી. પછી તે મહાસતીના પ્રતિબંધથી રાજા વિગેરે સર્વ લોકોએ જૈનધર્મનો અંગીકાર કર્યો. સર્વે તે સતીની સ્તવના કરતાં પિતપતાને ઘેર ચાલ્યા ગયા. પાછળથી સુભદ્રાને સસરાના કુટુંબે ઘણે પશ્ચાતાપ કર્યો. પછી તેઓ એ સતીની સમીપે જઈ જૈનધર્મને અંગીકાર કર્યો. સતી સુભદ્રાને સ્વામી બુદ્ધિદાસ કે જે કપટી શ્રાવક હતો, તે પછી સત્ય શ્રાવક બની ગયે. અને સત્યપ્રેમથી સુભદ્રા સાથે રહી સુખે કાલ નિર્ગમન કરવા લાગ્યા. તે બંને દંપતી ગૃહસ્થ ધર્મ પાળી અંતે સંયમને આરાધી-સદ્ગતિના ભાજન થયા હતા.
એવી રીતે ચોથા વ્રત ઉપર સતી સુભદ્રાની કથા કહેવાય છે. આ પ્રકારે શીલ વ્રતનું માહાત્મય સાંભળી બીજાપણ ભવ્યજનોએ આદરપૂર્વક શીલત્રત પાળવાને તત્પર થવું. તેની ભાવના આ પ્રમાણે છે –
" चिंतेअव्वं च नमो, तेसि तिविहेण जेहिअबभं ।
चत्तं अहम्ममूलं, मूलं भवगम्भवासाणं " ॥१॥
જેમણે મન, વચન અને કાયા–એ ત્રણ પ્રકારે અધર્મનું અને આ સંસારમાં ગર્ભાવાસનું મૂળરૂપ એવું અબ્રહ્મચર્ય છોડી દીધું છે, તેમને નમસ્કાર હો.”!
પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત સ્થલ એવા પરિગ્રહનું પરિમાણ કરી બાકીનાથી વિરામ પામવું, એ પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રત કહેવાય છે. જેમ કે,
"गेही गिद्धि मणतं, परिहरिय परिग्गहे नवविहंमि । - पंचमवए पमाण, करेज इच्छाणुमाणेणं" ॥१॥
પાંચમા સ્થલ પરિગ્રહ વિરતિ નામના વ્રતને વિષે ગૃહસ્થ અનંત ગૃદ્ધિ-ઇષણાનો ત્યાગ કરી નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરે છે આટલું મારે મેકળું છે, એવી અવધિ કરે છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org