________________
શ્રી આત્મપ્રબોધ ત્રીજા વાદી નામના પ્રભાવક. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ એ ચતુર્વિધ પર્ષદાને વિષે પ્રતિપક્ષનું નિરાકરણ કરવાપૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરવા ભાષણ કરે તે વાદી નામે શાસનના ત્રીજા પ્રભાવક કહેવાય છે. જે વાદ લબ્ધિથી સંપન્ન અથવા વકવાદી હાઈ દેવતાઓના વૃદોથી પણ જેમના વચનનો વૈભવ મંદ કરી શકાય નહિ એવા હોય તે વાદી કહેવાય છે. તે ઉપર પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણમાં કુશળ અને પ્રતિવાદીનો જય કરી રાજદ્વારમાં મોટા માહાત્મયને પામેલા મલ્લવાદીનું દૃષ્ટાંત છે. તે મહ્મવાદી શાસનના ત્રીજા પ્રભાવક જાણવા. તે મલ્લાદીની કથા અન્ય ગ્રંથોથી જાણી લેવી.
ચેથ નિમિત્તિક નામે પ્રભાવક. નિમિત્ત એટલે લાભ તથા અલાભને સૂચવનારું સૈકાલિક શાન; તેને જે જાણે છે અથવા ભણે છે, તે નૈમિત્તિક કહેવાય છે. જિનમતના પ્રતિસ્પધીને જીતવા માટે ભદ્રબાહુસ્વામી પ્રમુખે અનેક નિશ્ચય ભરેલા ચમત્કાર બતાવ્યા હતા. ચેથા નૈમિત્તિક નામના શાસનના પ્રભાવકમાં મહાનુભાવ ભદ્રબાહુસ્વામીનું વૃત્તાંત પ્રસિદ્ધ છે. તે વૃત્તાંત બીજા ગ્રંથોથી પ્રખ્યાત થયેલું હોવાથી અહીં આપવામાં આવ્યું નથી.
પાંચમો તપસ્વી નામે પ્રભાવક. વિશેષ ઉત્કૃષ્ટ અને દુઃખથી કરી શકાય તેવા અષ્ટમ્ પ્રમુખ તપને જે આચરે તે તપસ્વી કહેવાય છે. જે તપસ્વી શાંત રસથી ભરપૂર થઈ અષ્ટમ ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પક્ષ માસક્ષમણ વગેરે અનેક જાતની તપસ્યા કરી જિનમતની પ્રભાવના કરે છે, તે વીરશાસનનો પાંચમો તપસ્વી નામે પ્રભાવક કહેવાય છે. તે વિષે શ્રી વિરપ્રભુએ વર્ણન કરેલા ધનાકાદી નામના સાધુ વગેરેના વૃત્તાતો પ્રખ્યાત છે. તે તપસ્વી નામે પાંચમા પ્રભાવક જાણવા.
છો વિદ્યાવાન નામે પ્રભાવક વિદ્યા એટલે પ્રશસ્તિ પ્રમુખ સોળ વિદ્યાદેવીઓ અને શાસનદેવી તેઓ જેમને સહાયભૂત છે, તે વિદ્યાવાનું નામ શાસનને છઠો પ્રભાવક કહેવાય છે. તે ઉપર મહાનુભાવ વજસ્વામીનું વૃત્તાંત પ્રસિદ્ધ છે.
- સાતમે સિદ્ધ નામનો પ્રભાવક. સિદ્ધ ચૂર્ણ, અંજન, પાદલેપ, તિલક, અને ગુટિકા તથા વૈક્રિય પ્રમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org