SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સુમાલિની વાત સંગત થતી નથી. જયારે પદ્માવતી દેવીએ પાતાળલંકાને સ્વામી અને રાવણના બનેવી તરીકે ખરદૂષણનો કરેલો ઉલ્લેખ બરાબર મળી રહે છે. (જો કે ખર અને ક્ષણ પરસ્પર બે ભાઈઓ હતા છતાં બંને ભાઈઓની જોડી હોવાને લીધે એકને માટે પણ ખર દૂષણ નામ વાપર્યું હોવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭ મા પર્વના ૨ જા સગમાં જણાવ્યા પ્રમાણે રાવણે ખરને પોતાની બહેન શૂર્પણખા ( અપનામ ચંદ્રખ ) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીનો રાજા બનાવ્યો હતો. ભૌગોલિક વર્ણને જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે ( પ્રાયે ઉત્તરદિશામાં) હાલનાં મદ્રાસપ્રદેશમાં કોઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વીપમાં પાતાળલંકા સમજવાની નથી (જુઓ ગિ. શ. પુ. પર્વ છે, સર્ગ ૬.) પદ્માવતીને કથનમાં ખરદૂષણજે વિંગેલી આવ્યાનો ઉલ્લેખ છે તે ઈગલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વીસ હજાર મનુષ્યોની વસ્તીવાળું મોટું ગામ છે. એલચપુરના એલચ અપર નામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાને જે ઉલ્લેખ છે તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઈલ દુર, તેમજ આકેલાથી ઈશાનકાણમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષજી શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીસ હજાર મનુષ્યનાં વસ્તીવાળું શહેર છે. ઈતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડો વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું. છેલ્લા હજાર વર્ષને વરાડને ઈતિહાસ એલિચપુરથી છૂટો પાડી શકાય તેમ નથી, એટલે અંતરિક્ષજી-શિરપુર વડ દેશનું જ ગામ હોવાને લીધે વરાડનો રાજા એલિચપુરથી નીકળીને શાંતિ મેળવવા માટે ત્યાં ગયો હોય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જૈનેતર ઈતિહાસકારો પણ જૂનાં લખાણો આદિને આધારે જણાવે છે કે “ઈલરાજા સં. ૧૧૧૫ માં એલિચપુરની ગાદી ઉપર આવ્યો હતો અને તે ચુસ્ત જૈનધર્મી હતા, તથા તેણે વરાડમાં જૈનધર્મના પ્રચાર માટે ઘણો પ્રયત્ન કર્યો હતો.” આ ઈલે અને આપણે એલચ એક જ ગણાય છે. અહીંના દિગંબર જૈને તે અંતરિક્ષજીના સ્થાપક રાજાનું ઇલ નામ જ જણાવે છે આની સાથે પદ્માવતીદેવીએ સં. ૧૧૪૨માં એલચ શ્રીપાળ રાજાએ અંતરિક્ષજીની પ્રતિષ્ઠા કર્યાની જે વાત જણાવી છે તે સરખાવતાં બરાબર મળી રહે છે, કેમકે સં. ૧૧૧૫માં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪૨માં પ્રતિષ્ઠા કરે એ વાત સર્વથા સંભવિત છે. તવારીખી ઈ અમજદી નામના એક જૂના ફારસી ભાષાના ગ્રંથના મુસ્લિમ લેખકે એવી કલ્પના કરી છે કે “ઇલ રાજાના નામ ઉપસ્થી એલિચપુર નામ Jain Education International For Private & Personal Use Only www.lainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy