________________
કુલામાં જ આવીને બેસી ગઈ હતી. પ્રતિમા કાઢીને મહોત્સવપૂર્વક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તીર્થ વૃતકલોલપાર્શ્વનાથને નામે પ્રસિદ્ધ છે. ઉદેશી શાહ પણ સુખી થઈ ગયો.
*
(૬) મારવાડમાં મેડતાસિટી પાસે આવેલા ફલોધી ગામને ખારસ નામનો એક શ્રાવક ગામ બહાર ગયો હતો. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ
ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુંપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે “ભગવાનની પાસે તને રોજ સોનાના ચેખા મળશે. તે તેનાથી મંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કર. પણ આ સોનાના ચેખા મળવાની વાત કોઇને કહીશ નહીં.” સેનાના ચેખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું. મંદિરનો એક ભાગ બધાયો તેટલામાં પુત્રના આગ્રહથી શેઠે બધી વાત કહી દીધી તેથી સોનાના ચેખા મળવા બંધ થઈ ગયા. પછી સં. ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના સાથે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રતિમાના અધિષ્ઠાયકના પ્રભાવથી પુત્ર અને ઋદ્ધિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે.
ભિન્ન ભિન્ન સ્થળોના પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાતો જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ.
પં. શ્રી ભાવવિજયગણિ કૃત સ્તોત્રને સાર
શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજીગણીઓ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણા કરીયે–
પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્ત્વની તેમજ વિશિષ્ટ વાતો છે કે જે બીજાં બાહ્ય પ્રમાણે સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીએ રાવના સેવક તરીકે માલિ અને સુમાલિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુતઃ આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭ માં પર્વના ૧ લા સગમા જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા રત્નમવાને પણ પિતા એટલે દાદે થતો હતો અને માલિ સુમાલિને મોટા ભાઈ હતો. એટલે રાવણને દાદ સુમાલિ અને તેને માટે ભાઈ માલી રાવણને સેવક હોય એ વાત બંધ બેસે જ શી રીતે ? વળી ત્રિશક્ટિશલાકાપુરૂષચરિત્ર વાંચતાં એમ પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી–
(૪૯)
Jain Education International
For Private & Personal Use Only
wwwjainelibrary.org